
સંતરામપુર તાલુકાના 151 ગામના ખેડૂતોએ શિયાળુ પાક કર્યો શિયાળો પાક એટલે રોકડીયો પાક સંતરામપુર તાલુકાના ખેડૂતો મોટાભાગના ખેડૂતો પશુપાલન અને ખેતીવાડી પર જ નિર્ભર રહેતા હોય છે. આ વખતે ચોમાસુ પાકમાં વરસાદના કારણે ચોમાસુ પાક નિષ્ફળ ગયો હતો અને જેને લઈને ખેડૂતે પણ મોટી મુશ્કેલી હતી. ખેડૂતે ખેતી કરેલી 70% ઉપરાંત ચોમાસુ પાકનો ડાંગર બગડી ગઈ હતી અને ખેડૂતોને મોટું નુકસાન થવા પામેલું હતું.
જ્યારે આ વખતે શિયાળો પાકમાં રોકડીયો પાક માનવામાં આવતો હોય છે જેટલી જેટલી મહેનત અને સૌથી વધારે જમીન તે પ્રમાણનો સૌથી વધારે નફો રહેતો હોય છે, શિયાળો પાક એટલે પાણીની કોઈ અછત નહીં અને પોચી જમીન હોવાના કારણે ખેડવામાં પણ મુશ્કેલી હોતી નથી. ઠંડીનું પ્રમાણ વધતાં ખેતરમાં ઘઉં-મકાઈ અને ચણા તમામનું વાવેતર કરતા ટૂંક સમયમાં ચણાના પોપટા પણ જોવા મળી આવેલા છે, જ્યારે મકાઈ અને ઘઉંનો સારો એવો પાક પણ થઈ રહેલો છે. અત્યારે ખેડૂતોને ખેતરમાં પાણી મુકવાનો વારો આવી રહ્યો છે. જેથી કરીને પાક સૌથી સારો અને વધારે થઈ શકે.
પાકને બચાવવા રાત્રિના સમયે ખેડૂતો ખેતરમાં ધામા નાખે છે. રાત્રિના સમયે ભૂંડ હેરાન કરે છે, જ્યારે દિવસે ચણાને ખાવા માટે ઢેલ અને મોર હેરાન કરતા હોય છે, પરંતુ શિયાળા પાકમાં ખેડૂત સારૂં એવું ઉતારો પણ મેળવી લે છે. સંતરામપુર તાલુકાના 151 ખેડૂતોએ 4800 હેક્ટરમાં ઘઉં વાવેતર કરે છે, જ્યારે ચણામાં 5000 હેક્ટર અને મકાઈમાં 2800 હેક્ટર આ રીતે ખેડૂતો અલગ અલગ જમીન મુજબ અને પોતાની મરજી મુજબ ખેતી કરતા હોય છે.
શિયાળો પાકમાં સારો એવું ઉતારો થતો હોય છે અને સારો એવો પાક થતો હોય છે. જેને લઈને અમે સૌથી વધારે ઘઉં અને ચણામાં વધારે ધ્યાન આપીએ છીએ અને ખેતી કરીએ છીએ પાકને બચાવવા રાતે જાગવું તો પડે છે, પણ પાક સારો એવો રહેતો હોય છે.:- રાજેશભાઈ, ખેડૂત…
અત્યારે 191 ગામમાં અલગ અલગ પોતાની મરજી મુજબ જ ઘઉં ચણા અને મકાઈનું ખેતી કરતા હોય છે. :- મનોજભાઈ પટેલ, ખેતીવાડી શાખા…