સંખેડા એસ.ટી.ડેપોમાં લાખોના ખર્ચે મુકાયેલ સખી મંડળોની કેબિનોમાં તાળા

છોટાઉદેપુર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ.યોજના હેઠળ મહિલા સખી મંડળોને વેપાર-ધંધો કરવા માટે લાખો રૂપિયાના ખર્ચે કેબિનો ફાળવી હતી. પરંતુ લોકાર્પણ કર્યા બાદ કેબિનો પર તાળા લટકી રહ્યા છે.

સંખેડા ખાતે આવેલા એસ.ટી.ડેપોમાં મોટાપાયે મુસાફરોની અવર જવર રહે છે. ડેપોમાં મુસાફરો ખરીદી કરી શકે. અને સ્થાનિક મહિલા સખી મંડળોને રોજગારીની તક મળી રહે તે હેતુથી સરકાર દ્વારા ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની મારફતે ગ્રાન્ટ ફાળવી હતી. તે બાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા એસ.ટી.ડેપોમાં ત્રણ કેબિનો મુકી હતી. આ કેબિનો મહિલા સખી મંડળોને ફાળવવાની હતી. જેથી સખીમંડળોની બહેનો દ્વારા બનાવવામાં આવતી વિવિધ ચીજવસ્તુઓ અને ૈઉત્પાદનોનુ વેચાણ કેબિનો મારફતે થઈ શકે. પરંતુ છોટાઉદેપુર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને સંખેડા તાલુકા વિકાસ અધિકારીના વહીવટમાં કુશળતાના અભાવને કારણે હજુ સુધી કોઈપણ સખીમંડળને આ કેબિનો ફાળવી નથી. કેબિનોના લોકાર્પણ પહેલા જ તેની ફાળવણી અંગેની વહીવટી પ્રક્રિયા પુર્ણ કરવાની જ‚ર હતી. તેમ છતાં લોર્કાપણ બાદ પણ કેબિનો ઉપયોગ વિના બંધ હાલતમાં રહેતા સરકારી નાણાંના ખર્ચ સામે સવાલો ઉભા થયા છે. સંખેડા એસ.ટી.ડેપોમાં મુકેલી ત્રણ કેબિનો વહેલી તકે મહિલા સખી મંડળને ફાળવે અને સરકારની યોજનાનો લાભ જ‚રિયાતમંદ મહિલાઓને મળે તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા નકકર આયોજન કરી કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.