ગોધરા તાલુકાના વણાંકપુર નવું ફળીયામાં રહેતા આરોપી એ પોતાના રહેણાંક ધરમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ વેચાણ માટે રાખેલ છે. તેવી ચોકકસ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ એ રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન રૂા.૩,૨૯,૦૪૬/-નો દારૂ, રોકડા રૂપીયા બાઈક નંગ-૩ મળી કુલ રૂ.૧૯,૩૭,૩૬૬/-ના મુદ્દામાલ સાથે ચાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ગોધરા તાલુકાના વણાંકપુર નવું ફળીયામાં રહેતા આરોપી ઋત્વિક વિનોદભાઈ બારીયાના રહેણાંક ધરમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ માટે રાખેલ છે. તેવી બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન વિદેશી દારૂની નાની-મોટી બોટલ/બીયર ટીન મળી કુલ નંગ-૧૦૬૦ કિંમત રૂ.૩,૨૯,૦૪૬/-, રોકડ રૂ૧૩,૯૨,૭૨૦/-, મોબાઈલ નંગ-૪ કિંમત રૂ.૪૦,૦૦૦/-, મોટર સાયકલ નંગ-૩ રૂ.૧,૭૫, ૦૦૦/- મળી કુલ રૂ.૧૯,૩૭,૩૬૬/-ના સાથે આરોપીઓ ઋત્વિક વિનોદભાઈ બારીયા, ભારતભાઈ ઉર્ફે વિજય અરવિંદભાઈ બારીયા, આશીફ બાબુભાઈ મીરઝા, મહેન્દ્ર દુધાભાઈ વણકરને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.