
પંચમહાલ જીલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આજે ૧૪ ઓક્ટોબરે નવરાત્રીના ચોથા નોરતે એક કણ ઘટના સર્જાઈ છે. માતાજીનાં દર્શન કરવા આવેલા યુવકનું શોર્ટકટ માર્ગ પરથી પસાર થતી વખતે અંદાજે ૧૦૦૦ ફૂટ ઊંડી ખીણમાં પટકાતાં મોત નીપજ્યું છે. મૃતકની ઓળખ અનિલ શંકર ભીલ તરીકે થઈ છે અને તે મૂળ મધ્યપ્રદેશના ધાર જીલ્લાનો વતની હતો અને વડોદરાના વાઘોડિયામાં રહેતો હતો. આ ઘટનાની જાણ થતાં ગોધરા જઉછઋ અને હાલોલ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ખીણની ઊંડાઈ અને દુર્ગમ પરિસ્થિતિ વચ્ચે ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
અન્ય ત્રણ લોકો સાથે માતાજીનાં દર્શન કરવા આવ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર, મધ્યપ્રદેશના ધાર જીલ્લાના નિસરપૂર ગામનો વતની અને હાલ વાઘોડિયા વસાહતમાં રહેતો અનિલ શંકર ભીલ અન્ય ત્રણ લોકો સાથે પાવાગઢ ખાતે માતાજીનાં દર્શન કરવા આવ્યો હતો. . તેની સાથે બે નાનાં બાળકો પણ હતાં. દર્શન માટે આવેલા આ લોકો ભદ્રકાળી મંદિર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અનિલ ભીલ શોર્ટકટ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
શોર્ટકટ માર્ગે જતાં સંતુલન ગુમાવતાં ખીણમાં પટકાયો ભદ્રકાળી મંદિર તરફ જતી વખતે અનિલ શંકર ભીલે સંતુલન ગુમાવતાં તે ઊંડી ખીણમાં ખાબક્યો હતો. અંદાજે ૧૦૦૦ ફૂટ ઊંડી ખીણમાં પટકાવાને કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેની સાથે આવેલા લોકોની નજર સામે બનેલી આ દુર્ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી. ધાર્મિક યાત્રાએ આવેલા યુવકના કણ મોતથી તેમના પરિવારજનો અને સ્વજનોમાં શોકની લાગણી વ્યાપી છે.
જઉછઋ અને ફાયર વિભાગે ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો ઘટનાની જાણ થતાં જ ગોધરા જઉછઋની ટીમ અને હાલોલ નગરપાલિકાના ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ખીણની ઊંડાઈ અને દુર્ગમ સ્થળને કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની હતી. જોકે, બંને ટીમોએ સંકલન સાથે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી ભારે જહેમત બાદ અનિલ ભીલનો મૃતદેહ ખીણમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ પોલીસે સમગ્ર બનાવ અંગે જરી કાર્યવાહી હાથ ધરી હતી. અનિલના મૃતદેહને હાલોલ હોસ્પિટલ લઈ જવાયો હતો.
પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને બનાવ અંગે તપાસ શ કરી હતી. અનિલ ભીલ કયા સંજોગોમાં ખીણમાં પટકાયો અને દુર્ઘટના કેવી રીતે બની તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. પાવાગઢ જેવા ડુંગરાળ યાત્રાધામમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સલામતીનો મુદ્દો આ ઘટના બાદ ફરી ચર્ચામાં આવ્યો છે.
યાત્રિકોએ જોખમી શોર્ટકટ માર્ગોથી દૂર રહેવું જરી નવરાત્રિ સહિતના તહેવારો દરમિયાન પાવાગઢમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન કરવા આવે છે. આવા સમયે યાત્રિકોએ તંત્ર દ્વારા નિર્ધારિત સુરક્ષિત માર્ગોનો જ ઉપયોગ કરવો અને ખીણની નજીક ખાસ સાવચેતી રાખવી જરી છે. શોર્ટકટ લેવા જતાં જીવ જોખમમાં મુકાઈ શકે છે. અનિલ શંકર ભીલના દુ:ખદ અવસાનથી તેમના પરિવારજનો અને સ્વજનોમાં શોક છવાયો છે.