
સંખેડામાં ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ શાળા વિકાસ સંકુલ-૦૨નું ૧૨મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. GCERT ગાંધીનગર, છોટાઉદેપુરના જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જીલ્લા શિક્ષણાધિકારી કચેરી અને સંખેડા સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી આ આયોજન થયું.
“ટકાઉ અને વિકસિત ભારત માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન” વિષય પર આધારિત આ પ્રદર્શનમાં સંખેડા-નસવાડીની ૩૨ શાળાના બાળ વૈજ્ઞાનિકોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, હરિત ઊર્જા, આરોગ્ય અને સ્વચ્છતા સહિતના વિષયો પર કૃતિઓ રજૂ કરી. આશરે ૧,૭૬૫ વિદ્યાર્થીઓએ પ્રદર્શન જોયું.
કાર્યક્રમમાં ટ્રસ્ટ પ્રમુખ પરિમલભાઈ શાહ, સંખેડા નાગરિક બેંકના ચેરમેન સંજયકુમાર સી. દેસાઈ અને સરપંચ નીતિનભાઈ શાહ ઉપસ્થિત રહ્યા. જીલ્લા શિક્ષણાધિકારી આનંદ એમ. પરમાર સહિત આચાર્યો, નિર્ણાયકો, શિક્ષકો અને વાલીઓ પણ હાજર હતા.
DEO આનંદ પરમારે કહ્યું કે, આવા પ્રદર્શનોથી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે ચિ અને સંશોધનવૃત્તિ વધે છે. કાર્યક્રમના અંતે, તમામ સ્પર્ધકોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા.