અગાઉના ઝઘડાની અદાવતમાં મચેલા ધીંગાણામાં લાકડીઓ ઉછળી

એક મહિલા સહિત ત્રણને ઈજાઓ: ૭ જણા વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ, છુટ્ટા પથ્થર મારી મહિન્દ્રા સુપ્રો ફોરવીલ ગાડીના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું.

દાહોદ તાલુકાના ખરોડ ગામે કાંકરી ડુંગરી ફળિયામાં રહેતા ગુંડીયા પરિવારના સાત જણાએ અગાઉના ઝઘડાની અદાવત રાખી ગેરકાયદેસર મંડળી રચી ધીંગાણું મચાવી એક મહિલા સહિત ત્રણને ઈજાઓ પહોંચાડી મહેન્દ્રા સુપ્રો ગાડીના કાચ તોડી નુકસાન પહોંચાડયું હોવાનું સત્તાવાર જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર ખરોડ ગામના કાંકરી ડુંગરી ફળિયામાં રહેતા ગુંડીયા પરિવારના વાસુદેવભાઈ મસુરાભાઈ, વિનોદભાઈ વાસુદેવભાઈ, નરેશભાઈ વાસુદેવભાઈ, શૈલેષભાઈ વાસુદેવભાઈ, અર્જુનભાઈ રમેભાઈ, રાજેશભાઈ વાસુદેવભાઈ તથા સુનિલભાઈ રમેશભાઈ વગેરેએ ગત તારીખ ૦૪-૧૦-૨૦૨૬ ના રોજ મોડી સાંજના સાતેક વાગ્યાના સુમારે અગાઉના ઝઘડા ની અદાવત રાખી ગેરકાયદેસર મંડળી રચી, બેફામ બિભત્સ ગાળો બોલી તેમના ફળિયાના સુભાષચંદ્ર રાયસીંગભાઈ પોમાણી ના છોકરા જીતીન ઉર્ફે જીતેન્દ્રને વાસુદેવભાઈ મસુરભાઈ, શૈલેષભાઈ વાસુદેવભાઈ તથા રાજેશભાઈ વાસુદેવભાઈએ પકડી રાખી વિનોદભાઈ વાસુદેવભાઈએ તેના હાથમાંની લાકડી જીતેન્દ્રભાઈ પોમાણીના ડાબા પગે મારી તથા નરેશભાઈ વાસુદેવભાઈ ગુંડીયાએ સુભાષચંદ્ર રાયસીંગભાઈ પોમાણીને મોઢાના ભાગે ઝાપટ મારી ઈજા પહોંચાડી હતી. જ્યારે અર્જુનભાઈ રમેશભાઈએ લીલાબેનને છાતીના ભાગે છૂટ્ટો પથ્થર મારી ઈજા પહોંચાડી હતી તથા ઉપરોક્ત તમામ આરોપીઓએ ભેગા મળી મહિન્દ્રા સુપ્રો ગાડી પર છુટા પથ્થરો મારી ગાડીના સાઈડ ગ્લાસ તથા આગળનો મેઈન કાચ તોડી નાખી નુકસાન પહોંચાડી જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી હતી. આ સંબંધે ખરોડ ગામના કાંકરી ડુંગરી ફળિયામાં રહેતા ઈજાગ્રસ્ત સુભાષચંદ્ર રાયસીંગભાઈ પોમાણીએ દાહોદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આ મામલે ખરોડ ગામના કાંકરી ડુંગરી ફળિયામાં રહેતા ગુંડીયા પરિવારના વાસુદેવ ભાઈ મસુરાભાઈ, વિનોદભાઈ વાસુદેવભાઈ, નરેશભાઈ વાસુદેવભાઈ, શૈલેષભાઈ વાસુ દેવભાઈ, અર્જુનભાઈ રમેશભાઈ, રાજેશભાઈ વાસુદેવભાઈ તથા સુનિલભાઈ રમેશભાઈ વિ‚દ્ધ ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ ૧૮૯(૨),૧૯૦, ૧૯૧ (૨), ૧૧૫ (૨), ૧૧૭(૧),૧૨૫(એ), ૩૨૪ (૪), ૩૫૧(૨),૩૫૨ તથા જીપીએટ મુજબ રાયટીંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેઓની ધરપકડના ચક્રગતિમાન કર્યા છે.