
ગરબા મહોત્સવોમાં અનેકવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન.

આદ્યાશક્તિની ભક્તિના મહા પર્વ શારદીય નવરાત્રી અંતર્ગત દાહોદ શહેર અને જીલ્લાભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. નવરાત્રીના ચોથા દિવસે જગતજનની માં અંબાના ચોથા સ્વ૫ એવા” માર્ં કુષ્માંડા’ની ભાવ પૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી. આ પાવન અવસરે શહેરના વિવિધ ગરબા પંડાલો અને મંદિરો ખાતે વિશેષ ધાર્મિક અનુષ્ઠાનો તથા મહાઆરતીનું આયોજન કરાયું હતું. ચોથા નોરતે દાહોદના વિવિધ પાર્ટી પ્લોટો, સોસાયટીઓ અને ગરબા મંડળોમાં ખેલૈયાઓ માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ને યુવા વર્ગ ગરબા રમવા માટે ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા . આયોજકો દ્વારા ગરબાના સ્થળો પર સુંદર રોશની અને ધ્વનિ-પ્રકાશની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, જેથી ખેલૈયાઓને રમવામાં ઉત્સાહ વધે. બીજી તરફ, તહેવારના આ માહોલમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે દાહોદ પોલીસ તંત્ર દ્વારા પણ સઘન બંદોબસ્ત અને પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું છે. ચોથા નોરતના આ ભક્તિસભર મહોત્સવમાં દાહોદવાસીઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો હતો અને સમગ્ર નગર ભક્તિમય રંગે રંગાઈ ગયું હતુ
