ગોધરાના ચિખોદ્રામાં આવેલ ત્રણ લાકડાની શો મીલ ધરાવતા ઈસમોએ અસલ પાસ પરથી બનાવટી પાસ બનાવી ૭ ટ્રક લાકડાના માલની હેરફેર કરતાં ફરિયાદ

ગોધરા-વડોદરા રોડ ચિખોદ્રા ખાતે આવેલ મતીન ટીમ્બર્સ માર્ટ એમ.એમ. દુર્વેશ ડેપો અને ગુજરાત શો મીલના માલિક-સંચાલકોએ આર્થિક લાભ મેળવવા માટે વન અને પર્યાવરણ વિભાગની ઓનલાઈન પોર્ટલના અસલ પાસ ઉપરથી ખોટા પાસ બનાવી ખોટા પાસનો લાકડાના વેચાણ માટે ઉપયોગ કરી કુલ ૭ ટ્રકનો અંદાજીત રૂ.૨૩,૦૦,૦૦૦/-ના લાકડાનો માલ બનાવટી પાસનો ઉપયોગ કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ બી ડીવીઝન પોલીસ મથકે નોંધાવા પામી છે.

ગોધરાના ચિખોદ્રા ખાતે આવેલ મતીન ટીમ્બર્સ માર્ટ એમ.એમ. દુર્વેશ ડેપો અને ગુજરાત શો મીલના માલિક સંચાલકોએ આર્થિક લાભ માટે કાવતરું કર્યુ હતું અને ગુજરાત વન પર્યાવરણ વિભાગના ઓનલાઈન પોર્ટલ (NTPS) ના અસલ પાસ ઉપરથી ખોટા પાસ બનાવી-બનાવડાવી અને અસલ ઉપરથી બનોલ ખોટા પાસનો લાકડાના વેચાણ માટે ખરા તરીકે ઉપયોગ કર્યો કુલ-૭ ટ્રકનો અંદાજીત રૂ.૨૩,૦૦,૦૦૦/-ના લાકડાનો માલ બનાવટી પાસ બનાવી તથા ખરા તરીકે ઉપયોગ કરી માલનું વાહતુક કરી છેતરપિંડી કરતા આ બાબતે આરોપીઓ બુલબુલ ઈરફાન મુસા, મકસુદ મહેમદ દુર્વેશ અને ગુજરાત શો મીલના માલિક વિરૂદ્ધ ગોધરા બી ડીવીઝન પોલીસમ થકે ફરિયાદ નોંધાવા પામી છે.