છોટાઉદેપુર જીલ્લાના ૭ તાલુકામાં નર્મદાનું પાણી અને સિંચાઈ માટે ફળાવવાની માંગ સાથે આવેદન

છોટા ઉદેપુર જીલ્લામાં નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે. જીલ્લાના સાતેય તાલુકામાં નર્મદાનું પાણી પહોંચાડવાની માંગ સાથે આદિવાસી સમાજના આગેવાનો અને નાગરિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. હાફેશ્ર્વરથી ગુજરાતમાં પ્રવેશતી નર્મદા નદીને ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે અને તે રાજ્યના અનેક વિસ્તારોની તરસ છીપાવે છે. જોકે, નર્મદા નદી જીલ્લામાંથી પસાર થતી હોવા છતાં છોટા ઉદેપુરના લોકોને સિંચાઈ અને પીવાના પાણીની પૂરતી સુવિધા મળતી ન હોવાની રજૂઆત કરવામાં આવી છે.

આવેદનપત્રમાં ૧૪ મુદ્દાઓ રજૂ કર્યા આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં કુલ ૧૪ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં નર્મદા નદી આધારિત સિંચાઈની સુવિધા વિકસાવવા, સાતેય તાલુકામાં તાલુકાવાર સર્વે કરીને આયોજન તૈયાર કરવા અને ગામવાર અથવા ૧૦થી ૧૨ ગામોના જૂથ પ્રમાણે સ્પષ્ટ કાર્યયોજના બનાવવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, પાણી પહોંચાડવા માટે તકનીકી અભ્યાસ કરીને વિગતવાર પ્રકલ્પ અહેવાલ તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

સ્થાનિક નદીઓ, તળાવો અને ચેકડેમના પુન:જીવનની માંગ આવેદનપત્રમાં સ્થાનિક નદીઓ અને નાળાઓમાં નર્મદાનું પાણી છોડવાની વ્યવસ્થા કરવા તેમજ પીવાના પાણી માટે કાયમી યોજના અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી છે. સાથે જ તળાવો અને ચેકડેમનું સમારકામ કરવા તથા તેમાં જમા થયેલો કાંપ દૂર કરીને જળસંગ્રહ ક્ષમતા વધારવા રજૂઆત કરવામાં આવી છે. નાના અને સીમાંત ખેડૂતો તેમજ અંતરિયાળ વિસ્તારોને પાણીની સુવિધા આપવામાં પ્રાથમિકતા આપવાની પણ માંગ કરવામાં આવી છે.

પારદર્શક આયોજન અને સમયમર્યાદામાં અમલીકરણનો આગ્રહ આદિવાસી સમાજે પાણીની યોજનાઓના આયોજન અને અમલીકરણમાં પારદર્શિતા જાળવવા, યોજનાઓની માહિતી જાહેર કરવા અને રાજ્ય સરકાર સમક્ષ જ‚રી દરખાસ્ત રજૂ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત, જનભાગીદારી અને ગ્રામસભાઓનો સહયોગ લેવા, સમયમર્યાદામાં રજૂઆતનો જવાબ આપવા તથા યોજનાઓની પ્રગતિની સમીક્ષા માટે બેઠકો યોજવાની રજૂઆત કરવામાં આવી છે. વિવિધ યોજનાઓનું આયોજન યોગ્ય પ્રક્રિયા વિના ન થાય તે માટે પણ ધ્યાન આપવા જણાવાયું છે.

માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી છોટા ઉદેપુર જીલ્લાના સાતેય તાલુકાના લોકોને પીવાના પાણી અને સિંચાઈ માટે નર્મદાનું પાણી ઉપલબ્ધ થાય તે હેતુથી આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આદિવાસી સમાજના આગેવાનો અને નાગરિકોએ તેમની માંગણીઓનો સ્વીકાર કરીને જ‚રી કાર્યવાહી કરવાની માગ કરી છે. જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.