શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક સનસનાટીભરી લૂંટના ઇરાદે ફાયરિંગ વિથ મર્ડરની ઘટના સામે આવતા હડકંપ મચ્યો છે. મળતી વિગતો અનુસાર રાજકોટના આજી ય્ૈંડ્ઢઝ્ર વિસ્તારમાં તન્વી ગોલ્ડ સાથે સંકળાયેલા વેપારી જ્વેલર્સ લાલજી સરધારા પર અજાણ્યા શખસોએ હુમલો કરી અંદાજે એક કિલો સોનું અને ત્રણ કિલો ચાંદીની લૂંટ ચલાવી છે. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા લાલજી સરધારાને સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે રાજકોટ શહેર પોલીસમાં દોડધામ મચી ગઈ છે.
મળતી વિગતો અનુસાર, રાજકોટના આજી ય્ૈંડ્ઢઝ્ર વિસ્તારમાં તન્વી ગોલ્ડ નામની જ્વેલરી શોપમાં આજે ૧૪મી ઓક્ટોબરને બુધવારે બપોરના સમયે આ બનાવ બન્યો હતો. ફોર વ્હીલર કારમાં આવેલા ચાર જેટલા બુકાનીધારી શખસોએ વેપારી લાલજી સરધારા પર હુમલો કર્યો હતો. અજાણ્યા લૂંટારુઓ અને વેપારી લાલજી સરધારા વચ્ચે ઘર્ષણ થતા જપાજપીમાં લૂંટારુઓએ વેપારીને ગોળી ધરબી દીધી હતી. જેથી ગંભીર રીતે ઇજા પહોંચતા વેપારી લાલજી સરધારા લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડ્યા હતા અને લૂંટારુઓ અંદાજે એક કિલો સોનું અને ત્રણ કિલો ચાંદી લૂંટી ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા.
બનાવ બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા લાલજી સરધારાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જાકે, સારવાર દરમિયાન તેમનું મોત નીપજતાં લૂંટનો આ બનાવ હવે હત્યાના ગંભીર ગુનામાં પરિણમ્યો છે.
સીપીથી લઈને ડીસીપી સુધીના અધિકારીઓએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર પોલીસ કમિશનર, જાઈન્ટ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક તેમજ ડીસીપી કક્ષાના અધિકારીઓ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પોલીસે ઘટનાસ્થળની તપાસ હાથ ધરીને લૂંટારુઓ સુધી પહોંચવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.
સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારુઓની શોધખોળન્કહ્વિ /।સમગ્ર મામલે રાજકોટ શહેર ઝોન ૧ પોલીસ ડીસીપી હેતલ પટેલે જણાવ્યું કે, બનાવ બાદ લૂંટારુઓ કયા માર્ગે આવ્યા હતા અને ગુનો આચર્યા બાદ કઈ દિશામાં નાસી છૂટ્યા હતા, તે જાણવા માટે આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાનાં ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.
સમગ્ર મામલે રાજકોટ શહેર ઝોન ૧ પોલીસ ડીસીપી હેતલ પટેલે જણાવ્યું કે, બનાવ બાદ લૂંટારુઓ કયા માર્ગે આવ્યા હતા અને ગુનો આચર્યા બાદ કઈ દિશામાં નાસી છૂટ્યા હતા, તે જાણવા માટે આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાનાં ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.
લૂંટારુઓની ઓળખ મેળવવા તેમજ તેમના નાસી છૂટવાના સંભવિત માર્ગો શોધવા પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. લૂંટારુઓ શહેરની બહાર નાસી છૂટે નહીં તે માટે પોલીસ કમિશનર દ્વારા રાજકોટની બહાર જતા માર્ગો પર સઘન વાહનચેકિંગ હાથ ધરવા આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે, હાલ તો આ લૂંટના ઇરાદે વેપારી સાથે ફાયરિંગ વિથ મર્ડરના કિસ્સાથી રાજકોટમાં ચકચાર જાગી છે.