
નવરાત્રિમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરબાની રમઝટ જામી છે. જાણીતા ગાયકોના સૂર અને ઢોલના તાલે ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘૂમી રહ્યા છે. જાકે, અમદાવાદમાં આદિત્ય ગઢવીના ‘રંગ મોરલા’ ગરબા કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી કરવામાં આવેલી એક જાહેરાત ચર્ચાનો વિષય બની છે. અન્ય ધર્મના લોકોને ગરબાના સ્થળેથી બહાર નીકળી જવા અંગે કરવામાં આવેલી જાહેરાત અને વિશ્વ હિન્દુ પરિષદની હેલ્પલાઈનનો ઉલ્લેખ સામે આવ્યા બાદ આ મુદ્દે વિવાદ ઊભો થયો છે. આ ઘટનાને લઈને ગાયક હાર્દિક દવેએ પણ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરતાં ધર્મના આધારે ભેદભાવ ન કરવા અપીલ કરી છે.
અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર આવેલા ‘રંગ મોરલા’ ગરબા કાર્યક્રમમાં ચોથા નોરતે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બ્રેકના સમયે સ્ટેજ પરથી ઇત્ન આકાશ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, જા કોઈ અન્ય સમાજના વ્યક્તિ ગરબામાં હાજર હોય તો તેણે બહાર નીકળી જવું જાઈએ. આ જાહેરાતમાં વિશ્વ હિન્દુ પરિષદની ટીમ સ્થળ પર કાર્યરત હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાથે જ આવી વ્યક્તિઓ અંગે જાણ કરવા માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. આદિત્ય ગઢવીના ગરબા કાર્યક્રમમાં ખેલૈયાઓ મોટી સંખ્યામાં હાજર હતા અને આખું ગ્રાઉન્ડ ગરબાના રંગે રંગાયું હતું. જાકે, કાર્યક્રમ દરમિયાન થયેલી આ જાહેરાતને કારણે ગરબાના આયોજનની સાથે ધાર્મિક ઓળખના આધારે પ્રવેશ અને ભેદભાવનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે.
આ મામલે ગાયક હાર્દિક દવેએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી મૂકીને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પોતાની પોસ્ટમાં ધર્મના આધારે કોઈને ગરબા સ્થળ છોડવા કહેવાની માનસિકતા સામે સવાલ ઉઠાવ્યો હતો. હાર્દિક દવેએ લખ્યું કે, એક ગરબા કાર્યક્રમમાંથી આવી જાહેરાત સાંભળીને તેમને ખૂબ દુઃખ થયું છે.
તેમણે પોતાની લાગણી વ્યક્ત કરતાં સવાલ કર્યો હતો કે, મુસ્લિમ વ્યક્તિને સ્થળ છોડવા માટે કેવી રીતે કહી શકાય? આ પ્રકારની ઘટનાને તેમણે બીજા વિશ્વયુદ્ધ પહેલાંના જર્મનીમાં યહૂદીઓને સ્થળ છોડવા કહેવાની ઘટનાઓ સાથે સરખાવી હતી. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે, ભારતની ઓળખ આવી નથી અને ધર્મ, જાતિ કે રંગના આધારે ભેદભાવ સ્વીકાર્ય ન હોવો જાઈએ.
હાર્દિક દવેએ પોતાની પોસ્ટમાં એમ પણ લખ્યું હતું કે, જા તેમને આ પ્રકારના ભેદભાવ માટે દબાણ કરવામાં આવશે, તો તેઓ પોતાના નવરાત્રિના નવ દિવસના ગરબા કાર્યક્રમો છોડી દેવા પણ તૈયાર છે. તેમની આ પ્રતિક્રિયા દ્વારા તેમણે ગરબા જેવા સાંસ્કૃતિક અને ધાર્મિક ઉત્સવમાં સૌને સમાન રીતે જાડાવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
નવરાત્રિ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ સાથે જાડાયેલો લોકઉત્સવ છે, જેમાં વિવિધ સમાજના લોકો ગરબાની રમઝટમાં જાડાતા હોય છે. આવા સમયે ગરબા સ્થળે કોને પ્રવેશ આપવો અને કોને બહાર જવા કહેવું તે મુદ્દે થયેલી જાહેરાતે સામાજિક ચર્ચાને વેગ આપ્યો છે.
એક તરફ ગરબા આયોજનોમાં સુરક્ષા અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી મહત્વની છે, તો બીજી તરફ કોઈ વ્યક્તિ સાથે માત્ર તેની ધાર્મિક ઓળખના આધારે ભેદભાવ ન થાય તે બાબત પણ એટલી જ સંવેદનશીલ છે. આ ઘટનામાં સ્ટેજ પરથી થયેલી જાહેરાત અને હાર્દિક દવેની પ્રતિક્રિયા બાદ નવરાત્રિના કાર્યક્રમોમાં સમાનતા, સહઅસ્તિત્વ અને સૌના સન્માન અંગે ચર્ચા શરૂ થઈ છે.