મુખ્યમંત્રીની ગાંધીનગર સ્થિત સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-૧ના ચોથા માળે અચાનક મુલાકાત લેતાં વહીવટી વર્તુળોમાં ચર્ચા શરૂ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-૧ના ચોથા માળે અચાનક મુલાકાત લેતાં વહીવટી વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. મુખ્યમંત્રીની આ સરપ્રાઇઝ વિઝિટ દૃરમિયાન રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દૃાસ અને અધિક મુખ્ય સચિવ વિક્રાંત પાંડે પણ હાજર રહૃાા હતા. ચોથા માળે આવેલી કચેરીઓમાં મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી હોવાનું જાણવા મળ્યું છે.

સ્વર્ણિમ સંકુલ-૧ના ચોથા માળે મુખ્યમંત્રી કચેરી સાથે સંકળાયેલા વહીવટી અધિકારીઓ બેસે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અચાનક ત્યાં પહોંચીને કચેરીઓની વ્યવસ્થા નિહાળી અને અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. મુખ્યમંત્રીની આ મુલાકાતને પગલે સચિવાલયમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે.

મુલાકાત દૃરમિયાન રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દૃાસ અને અધિક મુખ્ય સચિવ વિક્રાંત પાંડે પણ સ્થળ પર પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ ચોથા માળે કાર્યરત વહીવટી અધિકારીઓ સાથે રૂબરૂ સંવાદ કર્યો હતો. જોકે, આ મુલાકાત દરમિયાન કયા ચોક્કસ મુદ્દાઓ પર ચર્ચા થઈ અને અધિકારીઓને કોઈ વિશેષ સૂચના આપવામાં આવી કે કેમ તે અંગે સત્તાવાર માહિતી જાહેર થઈ નથી.

સરકારી કચેરીઓની કામગીરી અને વહીવટી વ્યવસ્થાની સમીક્ષા માટે અધિકારીઓ સાથે સીધો સંવાદૃ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે, મુખ્યમંત્રીની આ મુલાકાતનો ચોક્કસ હેતુ શું હતો, કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી કે અન્ય કોઈ મુદ્દે ચર્ચા થઈ હતી તે અંગે હાલ સ્પષ્ટતા ઉપલબ્ધ નથી.મુખ્યમંત્રીની અચાનક મુલાકાત અને રાજ્યના ટોચના વહીવટી અધિકારીઓની હાજરીને કારણે સચિવાલયના વહીવટી વર્તુળોમાં આ મુલાકાત ચર્ચાનો વિષય બની છે. હવે આ મુલાકાત અંગે વધુ સત્તાવાર વિગતો સામે આવે છે કે કેમ તેના પર નજર રહેશે.