અભિજીત દિપકેને નિયંત્રિત કરવા માટે અમે તમામ જરૂરી પગલાં લઈશું,દિલ્હી પોલીસે હાઈકોર્ટને ખાતરી આપી

કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) ના વડા અભિજીત દિપકે ફરી એકવાર રાજધાની દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. સીજેપીએ ફરી એકવાર ૧૬ ઓક્ટોબર, એટલે કે આવતીકાલે વિરોધ પ્રદર્શન (ત્રિરંગો લહેરાવવો) ની હાકલ કરી છે. દીપકે એક વિડીયો સંદેશ બહાર પાડીને લોકોને ૧૬ ઓક્ટોબરના રોજ સાંજે ૫ વાગ્યે કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં ત્રિરંગો લઈને ભેગા થવા વિનંતી કરી હતી. જાકે, વિરોધ પ્રદર્શન પહેલાં, કનોટ પ્લેસમાં માલ વેચતા દુકાનદારોએ હાઇકોર્ટનો સંપર્ક કર્યો અને વિરોધ પ્રદર્શન રોકવા માટે અપીલ કરી. હાઇકોર્ટે અભિજીત દીપકને વિરોધ પ્રદર્શન કરવાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે, પોલીસે કોર્ટને ખાતરી આપી હતી કે તેઓ તેને નિયંત્રિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે.

દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન, દિલ્હી પોલીસે કોર્ટને જાણ કરી હતી કે તેઓ કાલે કનોટ પ્લેસમાં વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરવા બદલ કોકરોચ જનતા પાર્ટી અને તેના વડા અભિજીત દીપકને નિયંત્રિત કરવા માટે તમામ શક્્ય પગલાં લેશે. હાઇકોર્ટે દિલ્હી પોલીસના આ નિવેદનને રેકોર્ડ પર લીધું હતું. નોંધનીય છે કે કનોટ પ્લેસમાં સીજેપીના પ્રસ્તાવિત વિરોધ સામે બુધવારે દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. પોલીસે હાઇકોર્ટને જાણ કરી હતી કે વિરોધ પ્રદર્શનને નિયંત્રિત કરવા માટે અને કાયદા અનુસાર તમામ શક્ય પગલાં લેવામાં આવશે.

કનોટ પ્લેસના પાલિકા બજારમાં માલ વેચતા દુકાનદારો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન, અરજદારના વકીલે જણાવ્યું હતું કે, “કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કની મધ્યમાં વિરોધ પ્રદર્શનનું એલાન કરવામાં આવ્યું છે. એવું લાગે છે કે અમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શન માટે યોગ્ય સ્થળ નથી. તેઓએ પહેલાથી જ દુકાનો બંધ કરવાનું શરૂ કરી દીધું છે. આ દશેરા સપ્તાહાંત છે. આ વિરોધ પ્રદર્શન બંધ થવું જોઈએ.”

ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીએ અભિજીત દીપકના વિરોધ પ્રદર્શન સામે પણ ઝુંબેશ શરૂ કરી છે. તેમણે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને માંગ કરી છે કે કનોટ પ્લેસમાં સીજેપીના “લહેરા દો તિરંગા” માર્ચ માટે પરવાનગી ન આપવામાં આવે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીએ દાવો કર્યો છે કે ૧૦ ઓક્ટોબરના રોજ થયેલા વિરોધ પ્રદર્શનથી વ્યવસાયોને ૨,૦૦૦ કરોડનું નુકસાન થયું છે.