રશિયા અને જાપાન વચ્ચે તણાવ વધ્યો, જાસૂસીના શંકામાં જાપાની પત્રકારની ધરપકડ, ટોક્યોમાં વિરોધ

જાપાનીના શંકામાં રશિયામાં એક જાપાની પત્રકારની ધરપકડ કરવામાં આવી છે, જેનાથી જાપાન અને રશિયા વચ્ચે તણાવ ફેલાયો છે. જાપાને રશિયા સામે જારદાર વિરોધ નોંધાવ્યો હતો, જેમાં સ્પષ્ટતા, પત્રકાર સુધી રાજદ્વારી પહોંચ અને તેના માટે માનવીય વર્તનની માંગણી કરવામાં આવી હતી. રશિયાની ફેડરલ સિક્યુરીટી સર્વિસે જણાવ્યું હતું કે હોક્કાઇડો શિમ્બુન અખબાર માટે કામ કરતા પત્રકાર પર જાપાની ગુપ્તચર એજન્સીઓ વતી રશિયાની સંરક્ષણ ક્ષમતાઓ વિશે માહિતી એકત્રિત કરવાનો શંકા છે. રશિયન વિદેશ મંત્રાલયે પત્રકારની ઓળખ યુકી ઇમાઇ તરીકે કરી હતી.

એફએસબીએ જણાવ્યું હતું કે પત્રકારને સખાલિન ટાપુ પર ધરપકડ કરવામાં આવી હતી કારણ કે તે રશિયા છોડવાની તૈયારી કરી રહ્યો હતો. મંગળવારની ધરપકડથી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ઓગસ્ટમાં રશિયન રાષ્ટÙપતિ વ્લાદિમીર પુતિનની ઇતુરુપની મુલાકાત બાદ તણાવ વધ્યો હતો. ઇતુરુપ પેસિફિક મહાસાગરમાં ચાર વિવાદિત ટાપુઓમાંથી એક છે જે રશિયાના કબજામાં છે, જ્યારે જાપાન પણ તેમના પર દાવો કરે છે.જાપાની સમાચાર એજન્સી હોક્કાઇડો શિમ્બુને કહ્યું હતું કે પત્રકાર વિઝા પર રશિયામાં રિપો‹ટગ કરી રહ્યો હતો અને મંગળવારે દેશ છોડવાનો હતો. જાકે, અખબારે તેનું નામ જાહેર કર્યું નથી. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ મંગળવારે જણાવ્યું હતું કે ઇમાઇ પર જાસૂસીનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેણીએ ટોક્યો પર દેશની સુરક્ષાને નબળી પાડવા માટે માહિતી એકત્રિત કરવા માટે રશિયામાં જાપાની પત્રકારોનો ઉપયોગ કરવાનો આરોપ મુક્યો હતો અને પરિસ્થિતિને “દુઃખદ” ગણાવી હતી.

ઝાખારોવાએ કહ્યું કે રશિયા પ્રત્યે જાપાનની નીતિઓ અને તેના લશ્કરી વિસ્તરણથી દૂર પૂર્વમાં મોસ્કોના સુરક્ષા હિતોને ખતરો છે. તેમણે કહ્યું, “આ ઘટના રશિયા-જાપાન સંબંધોના વાતાવરણને વધુ ખરાબ કરશે.” જાપાનના વિદેશ મંત્રાલયના એક નિવેદન અનુસાર, બુધવારે, ટોક્યોમાં મંત્રાલયના યુરોપિયન અફેર્સ બ્યુરોના વડા કિમિતાકે નાકામુરાએ રશિયન રાજદૂત નિકોલાઈ નોઝડ્રિઓવને બોલાવ્યા અને પત્રકારની ધરપકડ અને જાપાન સરકારને કોઈ સમજૂતી આપ્યા વિના ધરપકડની જાહેરાતનો વિરોધ કર્યો.

રશિયાના સખાલિન ક્ષેત્રમાં સખાલિન ટાપુ અને કુરિલ ટાપુઓના ચાર દક્ષિણી ટાપુઓનો સમાવેશ થાય છે. મોસ્કો આ ટાપુઓ પર નિયંત્રણ રાખે છે, જ્યારે ટોક્યો તેમના પર દાવો કરે છે. જાપાનના વડા પ્રધાન સના તાકાઇચીએ ઓગસ્ટમાં પુતિનની ઇટુરુપની મુલાકાતનો વિરોધ કર્યો હતો, અને કહ્યું હતું કે તેનાથી રશિયા-યુક્રેન યુદ્ધથી પહેલાથી જ તણાયેલા સંબંધોને વધુ નુકસાન થયું છે. આ મહિનાની શરૂઆતમાં, ટોક્યોએ યુદ્ધને લઈને મોસ્કો પર વધારાના આર્થિક પ્રતિબંધો લાદ્યા હતા. બીજા વિશ્વયુદ્ધના અંતિમ દિવસોમાં સોવિયેત સંઘે જાપાન પાસેથી કુરિલ ટાપુઓ કબજે કર્યા હતા. આ ટાપુઓ પરના પ્રાદેશિક વિવાદને કારણે, બંને દેશોએ હજુ સુધી યુદ્ધનો ઔપચારિક અંત લાવતી શાંતિ સંધિ પર હસ્તાક્ષર કર્યા નથી.