કાલોલના ચલાલી ગામના ૨૨ વર્ષીય યુવકે જોડીયા કુવા નજીક ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

કાલોલ તાલુકાના ચલાલી ગામે મંદિર ફળીયામાં રહેતા ૨૨ વર્ષી્ય યુવકએ જોડીયાકુવા નજીક કાંકરા કોતેડીમાં કોઈ અગમ્યકારણોસર અંદરખના ઝાડ સાથે દોરડા વડે ગળે ફાંસો ખાઈ આપધાત કરી લેતાં આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવ પામી છે.

કાલોલ તાલુકાના ચલાલી ગામે મંદિર ફળીયામાં રહેતા મિતેશકુમાર પર્વતસિંહ ચૌહાણ ઉ.વ.૨૨ તા.૧૪ ઓકટોબરના રોજ ધરેથી નિકળ્યો હતો અને જોડીયા કુવા નજીક કાંકરા કોતડીમાં કોઈ અગમ્યકારણોસર અંદરખના ઝાડ સાથે દોરડા વડે ગળે ફાંસો ખાઈ આપધાત કરી જીવન ટુંકાવી લેતાં આ બાબતે વેજલપુર પોલીસ મથકે અ.મોતની ફરીયાદ નોંધાવા પામી