સરકારી પડતર જમીનમાં ઊભા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાના મામલે તંત્ર ગાજ્યું એટલું વરસ્યું નહીં

દે.બારીયા નગરના છોટાઉદેપુર રોડ પર સરકારી પડતર જમીન માં ઊભું કરેલ ગેરકાયદેસર શોપિંગ સેન્ટર ક્યારે તૂટશે ?

લેન્ડ ગ્રેબિંગ કમિટીના સભ્ય સચિવના કથિત ગેરકાયદેસર દબાણ દૂર કરવાના લેખિત હુકમના અનાદર પાછળના કારણો કયા?

દેવગઢ બારીયા નગરમાં છોટા ઉદયપુર રોડ પર આવેલ સરકારની માલિકીની સરકારી પડતર જમીનમાં આઠેક વર્ષ પૂર્વે બનેલ અને જેને દાહોદ ફશ જીલ્લા કલેકટરના હુકમથી દેવગઢબારિયા પ્રાંત અધિકારી દ્વારા વર્ષ ૨૦૧૮ માં સિલ મારવામાં આવ્યું હતું તેવા ૬૪ દુકાનોવાળા સદર ગેરકાયદેસર શોપિંગ સેન્ટરને સીલ માર્યા બાદ ખૂબ લાંબો સમય ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે તંત્ર તરફથી કોઈ સળવળાટ જોવા ન મળતાં, એ આખો મામલો લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં ગયો હતો. જે કમિટીએ સ્થળ નિરીક્ષણ કર્યા બાદ તમામ જ‚રી દસ્તાવેજો તેમજ પુરાવાઓની ચકાસણી દેવગઢ ૩૧ બાદ લેન્ડ ગ્રેબિંગ કમિટીના સભ્ય સચિવ દ્વારા સદર ગેરકાયદેસર દબાણને દૂર કરવા પ્રાંત અધિકારી દેવગઢ બારીયાને વર્ષ ૨૦૨૩ માંહુકમ કર્યો હતો. તે વિવાદિત ૬૪ દુકાનો વાળા ગેરકાયદેસર શોપિંગ સેન્ટરની કેટલીક દુકાનોનું સિલ કોઈ વ્યક્તિએ કોઈ કારણસર તાજેતરમાં તોડી નાખ્યું – હતું જેની જાણ જાગૃત નાગરિકો દ્વારા તંત્રને કરવામાં આવતા – તંત્રએ તાજેતરમાં જ સદર ગેરકાયદેસર શોપિંગ સેન્ટરની કેટલીક દુકાનો ના તોડી નાખવામાં આવેલ સીલ પુન: મારી દઈ તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. ત્યારે સરકારી પડતર જમીનમાં ઊભું કરાયેલ આ દબાણ ગેરકાયદેસર સાબિત થઈ ચૂક્યું હોવા છતાં યશીલ બંધ હાલતમાં હજીય અડીખમ રહેતા સદર ગેરકાયદેસર દબાણ ક્યારે દૂર કરવામાં આવશે? તે પ્રશ્ન આજે લોક ચર્ચામાં કેન્દ્રસ્થાને રહ્યો છે. બારીયા નગરમાં છોટા ઉદયપુર રોડ પર આવેલ સિીટી સર્વે મે નંબર-૨૦૫૮વાળી સરકારની માલિકીની પડતર જમીનમાં પાલિકાની મંજૂરી વિના જે તે વખત ના સ્થાનિક સત્તામાં બેઠેલ વ્યક્તિ દ્વારા એક બિલ્ડર તેમજ અન્ય વ્યક્તિ સાથે મળી આઠેક વર્ષ પૂર્વે ઉભા કરવામાં આવેલ ૬૪ દુકાનો વાળા શોપિંગ સેન્ટર સામેની દેવગઢ બારીયાના એક જાગૃત નાગરિકની લડતના અંતે તે શોપિંગ સેન્ટર ગેરકાયદેસર ઠરતા કલેકટરના હુકમથી જે તે સમયના દેવગઢ બારિયા પ્રાંત અધિકારી દ્વારા સીલ મારવામાં આવ્યું હતું. પરંતુ શીલ માર્યા બાદ તે ગેરકાયદેસર નો દબાણને દૂર ન કરાતા ઓનલાઈન દ્વારા આ મામલો તે જાગૃત નાગરિક દ્વારા જીલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સદર કેસના તમામ પાસાઓ ચકાસ્યા બાદ ૬૪ દુકાનો વાળા શોપિંગ સેન્ટરનું બાંધકામ સરકારની પડતર જમીનમાં થયેલ હોવાનું ફલિત થતા અને સદર અનુઅધિકૃત બાંધકામને સીલ મારવામાં આવેલ હોવાથી સદર દબાણ દૂરકરવા લેન્ડ ગેબિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અન્વયે નામદાર કોર્ટ દ્વારા કોઈ મનાઈ હુકમ પણ ફરમાવેલ ન હોવાથી સદરા દબાણ દૂર કરવા અંગેની નિયમાનુસાર કાર્યવાહી કરી તેનો અહેવાલ મોકલી આપવા આજ દિન સુધી પ્રાંત અધિકારી પાસે જીલ્લા લેન્ડ ફેબિંગ કમિટીએ માંગ્યો છે કે નહીં? જો માંગ્યો હોય તો સદર ગેરકાયદેસર દબાણ હજી સુધી કેમ અડીખમ છે? આ બાબતે લેન્ડ ગ્રેબિંગ કમિટીએ જે તે સમયના પ્રાંત અધિકારી સામે ૭-૨૦૨૩ ના રોજ જીલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીના સભ્ય સચિવે જે તે સમયન દેવગઢબારિયા પ્રાંત અધિકારીને લેખિત હુકમ કર્યો હતો. જે લેખિત હુકમ કર્યાને પણ ૩૮ માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આવું ગેરકાયદેસર દબાણ હજી સુધી પ્રાંત અધિકારી દ્વારા દૂર કરવામાં આવ્યું નથી તે ખરેખર તે પ્રાંત અધિકારીની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ ખડા કરે છે. આમામલે એક વખત દબાણ દૂર કરવાન લેખિત હુકમ કર્યા બાદ કરેલ કાર્યવાહીનો રિપોર્ટ કયા પગલાં લીધા? અને ન લીધા હોય તો તેની પાછળનું કારણ શું? આવા અનેક વેધક પ્રશ્નો જન માનસમાં વાગોળાઈ રહ્યા છે. સદર દબાણન કેટલીક દુકાનોનું સિલ તાજેતરમાં કોઈ તત્વા દ્વારા તોડી નાખવામાં આવેલ અને આ બાબતન જાણ થતા તંત્ર દ્વારા તાજેતરમાં જ પુન: આ ગેરકાયદેસર દબાણ પર સીલ મારવામાં આવ્યું છે. જે સદર દબાણ ગેરકાયદેસર હોવાની સો ટકા સાબિતી આપે છે, તો પછી આ દબાણ દૂર કરવાનો હુકમ કરી દબાણ દૂર કરી સરકારી પડતર જમીન દબાણ મુક્ત ક્યારે કરાશે તે હવે જોવું રહ્ય