
ગોધરા શહેરના સિગ્નલ ફળિયા રોડ પર મલા બિલ્ડિંગ પાસે એક વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી, જેનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
આગ લાગતા કેબલ સળગવા લાગ્યા હતા. તેમાંથી નીકળતા આગના તણખા અને સળગતા કેબલ નીચે પાર્ક કરેલા વાહનો પર પડ્યા હતા. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી.
ઘટનાની જાણ થતાં MGVCL દ્વારા તરત જ વીજ સપ્લાય બંધ કરવામાં આવ્યો, જેનાથી મોટી દુર્ઘટના ટળી. આગને કારણે આસપાસના વિસ્તારમાં કલાકો સુધી વીજ સપ્લાય બંધ રહ્યો, જેથી લોકોને મુશ્કેલી પડી.
બાદમાં વીજ કંપનીની ટીમ સ્થળ પર પહોંચી અને સમારકામ શ કર્યું. આ ઘટનાથી વીજ ટ્રાન્સફોર્મરની સુરક્ષા અને જાળવણી પર સવાલો ઉભા થયા છે.