દાહોદ જીલ્લાના ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરવા પોર્ટલ ખુલ્લું મુકાયું.
વર્ષ ૨૦૨૬-૨૭ માટે એજીઆર-૨ અને એજીઆર-૪ યોજનાના ઘટકો હેઠળ ખેડૂતોને સહાય પૂરી પાડવાના હેતુથી આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરવા માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
આ યોજનાઓ હેઠળ ખેડૂતોને પાક સંરક્ષણ સાધનો, તાડપત્રી, પંપસેટ તથા વોટર કેરિંગ પાઇપલાઇન સહિતના વિવિધ ઘટકો માટે સહાય મેળવવાની તક મળશે. યોજનાવાર અને જાતિવાર અરજી કરવાની સમયમર્યાદા નીચે મુજબ છે.
૧. એજીઆર-૨ યોજના :
લાભાર્થી: સામાન્ય જાતિના ખેડૂતો.
સહાયના ઘટકો: પાક સંરક્ષણ સાધન, તાડપત્રી, પંપસેટ અને વોટર કેરિંગ પાઇપલાઇન.
અરજી કરવાની સમયમર્યાદા: તા. ૧૩/૧૦/૨૦૨૬ થી તા. ૩૧/૧૦/૨૦૨૬ સુધી.
૨. એજીઆર-૪ યોજના :
લાભાર્થી: અનુસૂચિત જાતિ (એસ.સી.)ના ખેડૂતો.
સહાયના ઘટકો: પાક સંરક્ષણ સાધન, તાડપત્રી, પંપસેટ અને વોટર કેરિંગ પાઇપલાઇન.
અરજી કરવાની સમયમર્યાદા: તા. ૦૯/૧૦/૨૦૨૬ થી તા. ૨૫/૧૦/૨૦૨૬ સુધી.
દાહોદ જીલ્લાના તમામ ખેડૂતમિત્રોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in પર નિયત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરવા જીલ્લા ખેતીવાડી અધિકારી, જીલ્લા પંચાયત, દાહોદ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.