છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના એપીએમસીના તાબા હેઠળ કલેડિયા ખાતે સબયાર્ડ આવેલુ છે. આ સબયાર્ડમાં કપાસના પાકની હરાજી કરવામાં આવતી ન હોવાથી ખેડુતોને ખુલ્લા બજારમાં કપાસના યોગ્ય ભાવ મેળવવામાં મુશ્કેલી પડવાની ભિતી સેવાઈ રહી છે.
કલેડિયા ખાતે કપાસની ખરીદી કરતા ચાર જેટલા જીન આવેલા હોવા છતાં એપીએમસીના સબયાર્ડમાં કપાસની હરાજી થતી નથી. એપીએમસીના સત્તાધિશો દ્વારા જીન માલિકોને સાથે રાખી કપાસની હરાજી શ કરાવે તો ખેડુતોને વેપારીઓ વચ્ચે હરીફાઈનો લાભ મળી શકે તેમ છે. આ વર્ષે કપાસના ભાવ પ્રતિ ક્વિન્ટલે .૯,૦૦૦ સુધી પહોંચ્યા હોવાનુ જાણવા મળેલ છે. ભારતીય કપાસ નિગમ(સીસીઆઈ)દ્વારા પણ કપાસની ખરીદી શ થનાર છે. ખુલ્લા બજારમાં કપાસના સારા ભાવો મળતા હોય તો ખેડુતો સીસીઆઈને બદલે ખાનગી વેપારીઓને કપાસ આપવાનુ પસંદ કરી શકે છે. કલેડિયા ખાતે એપીએમસીના સબયાર્ડમાં કપાસની હરાજી શ કરે તો એકથી વધુ વેપારીઓ ખેડુતોનો કપાસ ખરીદવા માટે હરીફાઈમાં ઉતરી શકે છે. જેના કારણે ખેડુતોને પોતાના કપાસના પાકનો યોગ્ય ભાવ મેળવવાની તક મળી શકે છે.