
ગોધરા શહેરના સિગ્નલ ફળિયા ખાતે આવેલ રેલ્વે ગરનાળુ રેલ્વે તંત્ર દ્વારા મેન્ટેનન્સ કે અન્ય કામગીરી માટે બ્લોક આપીને અચાનક બંધ કરવામાં આવતા સ્થાનિક રહિશો, વેપારીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. રેલ્વે દ્વારા અગાઉ લગાવવામાં આવેલા સુચના બોર્ડ મુજબ તા.૨૭ના રોજ સવારે ૧૧ થી બપોરે ૩ વાગ્યા સુધી ગરનાળુ બંધ રહેવાનુ હતુ. જોકે બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ અચાનક રસ્તો બંધ કરી દેવાતા દોડધામ મચી જવા પામી હતી. બપોરના જમવાના સમયે સીમલા કબાડી માર્કેટના વેપારીઓ અને રાહદારીઓ અટવાયા હતા. અનેક લોકો પોતાના વાહનો ત્યાં જ મુકીનજે લાંબો ચકકર લગાવીને અન્ય માર્ગે જવા મજબુર બન્યા હતા. સમયસર ગરનાળુ બંધ ન થવા અને અચાનક પ્રતિબંધ મુકવાના કારણે અનેક નાગરિકો જીવના જોખમે રેલ્વે લાઇન ક્રોસ કરવા મજબુર બન્યા હતા. સ્થિતિને ધ્યાનમાં રાખીને રેલ્વે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પરંતુ તંત્રની અણધડ વ્યવસ્થાને લઈ જનતામાં રોષ જોવા મળ્યો હતો.