વેજલપુર ખરસાલીયા ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈક ચાલક ને અડફેટમાં લેતા બાઈક ચાલક નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત પત્ની ને ઇજા 

ગોધરા વડોદરા હાઈવે વેજલપુર ગામ ખરસાલીયા ચોકડી નજીક ટ્રક કન્ટેનર ચાલકે બાઈક ચાલક ને અડફેટમાં લેતા ૫૦ વર્ષ ના બાઈક ચાલક નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત પત્ની ને ઇજા પ્રાપ્ત મળતી માહિતી મુજબ હાલોલ ગામનો વતની ગોધરા તરફ પોતાની બાઈક લઈ હાલોલ થી ગોધરા તરફ  મરણ વિધિ માં  જઈ રહયો હતો તે સમયે ગોધરા વડોદરા હાઈવે વેજલપુર ગામ ખરસાલીયા ચોકડી નજીક ટ્રક કન્ટેનર નંબર UP-78-HT-8 004 ના ચાલકે તેના કબજા ની ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી હાલોલ ના  બાઈક ચાલક અનવરભાઈ નુર મોહમંદ લુહાર ઉ.વ.૫૦ તથા તેઓની પત્ની  ઝાહેદા નાઓની મો.સા. નંબર GJ-17-CL-3129 નાની ને ટક્કર મારી એકસીડન્ટ કરી રોડ ઉપર પાડી દઈ અનવર ભાઈ નાઓને શરીરે ગંભીર ઈજાઓ કરી સ્થળ ઉપર મોત નીપજાવી તેમજ મો.સા. પાછળ બેઠેલ ઝાહેદા નાઓને શરીરે ઓછી વત્તી ઈજાઓ કરી ટ્રક નો ચાલક ઘટના સ્થળે ગાડી મૂકી ફરાર થયો હતો જેમાં બાઈક ચાલક હાલોલ ના ચાલક ને અડફેટમાં લેતા બાઈક ચાલક અનવરભાઈ નુર મોહમંદ લુહાર નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિજપ્યું હતું અકસ્માત ઘટના બનતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા જેની જાણ વેજલપુર પોલીસ ને થતા વેજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહ ને પી એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને પત્ની ને દવા સારવાર માટે ૧૦૮ મારફતે દવાખાને ખસેડવામાં આવ્યા હતા ટ્રક કન્ટેનર ને વેજલપુર પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી અને વેજલપુર પોલીસ દ્વારા Sectio 281,125(a),106(1)Sectio મોટર વાહન અધિનિયમ 177,184,187 મુજબ નો ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી