હાલોલના અભેટવા ગામે નારાયણ નગરના રહેણાંક ધર માંથી રૂ.૩.૫૩ લાખનો દારૂ એલ.સી.બી.એ ઝડપ્યો

હાલોલ તાલુકાના અભેટવા ગામે નારાયણ નગરમાં રહેતા આરોપીએ પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દા‚ રાખેલ છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન રૂ.૩,૫૩,૯૨૧/-નો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો.

હાલોલ તાલુકાના અભેટવા ગામે નારાયણ નગરમાં રહેતા મનોજભાઈ શાંતિલાલ પરમારએ પોતાના કબ્જાના મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખેલ છે. તેવી બાતમીના આધારે પંચમહાલ એલ.સી.બી. પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન વિદેશી દારૂનીન ાની-મોટી બોટલો નંગ-૧૨૧૦ કિંમત રૂ.૩,૫૩,૯૨૧/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.રેઈડ દરમિયાન આરોપી મળી આવ્યો ન હતો. આ બાબતે હાલોલરૂલર પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.