વિરપુરના ડેભારી પંચાયતના સરપંચને ડી.ડી.ઓ.એ હોદ્દા પરથી દુર કર્યા

વિરપુરના ડેભારી ગામમાં ગ્રામ પંચાયતના વહીવટમાં ગેરરિતી અને નાણાંકિય અનિયમિતતાના આક્ષેપો મામલે જિલ્લા વિકાસ અધિકારીએ સમગ્ર મામલે તપાસ પુર્ણ કર્યા બાદ સરપંચ ની‚બેન રમણભાઈને હોદ્દા પરથી દુર કરવાનો હુકમ કરતા તાલુકાના વહીવટી વર્તુળોમાં ભારે ચકચાર મચી છે.

ડેભારી ગ્રામ પંચાયતના વહીવટમાં બાવળના ઝાડના કટિંગ અને લાકડાના વેચાણમાં સરકારી નિયમોનુ પાલન ન કરવુ, વન વિભાગની પુર્વ મંજુરી ન લેવી, તથા જાહેર નાણાંના ઉપયોગમાં અનિયમિતતા આચરવા જેવા ગંભીર મુદ્દાઓ તપાસના કેન્દ્રમાં હતા. આ મામલે સરપંચને પોતાનો ખુલાસો રજુ કરવાની પુરતી તક આપવામાં આવ હતી. ત્યારબાદ રજુ થયેલા દસ્તાવેજો અને આધારભુત તપાસ અહેવાલના અંતે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જિલ્લા વિકાસ અધિકારી યુવરાજસિંહ સિદ્ધાર્થે સરપંચને હોદ્દા પરથી દુર કરવાનો સત્તાવાર હુકમ જારી કર્યો છે. ગ્રામ પંચાયતના વહીવટમાં પારદર્શિતા અને જવાબદારી જળવાઈ રહે તે હેતુથી કરવામાં આવેલી આ કડક કાર્યવાહી સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે.