દાહોદ જિલ્લાની આશ્રમ શાળામાં બાળ મજુરી વિવાદમાં સપડાયેલા બાળકોની ધરે જઈ લેવાતી પરીક્ષા

દાહોદ જિલ્લાની એક આશ્રામ શાળામાં ગત ઓગસ્ટ માસમાં બાળ મજુરી કરાવવા દરમિયાન એક માસુમ બાળક ધાયલ થયો હોવાના ગંભીર આક્ષેપો થયા હતા. સપ્ટેમ્બર માસમાં આ મામલો સામે સપાટી પર આવતા જ તંત્ર હરકતમાં આવ્યુ અને સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરિય તપાસનો ધમધમાટ શ‚ કરાયો હતો. વિવાદનુ કેન્દ્ર બનેલ ધો.-૨ નો બાળક અને ધો.-૫માં ભણતો તેનો ભાઈ તેમજ ધો.-૮ માં ભણતી એક બહેન આ પ્રકરણ બાદ આશ્રમ શાળાએ ભણવા માટે જવાનુ બંધ કરી દીધુ છે.

હાલમાં પ્રાથમિક શાળાઓમાં પ્રથમ સત્રની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે શાળાએ ન જઈ રહેલા આ ભાઇ-બહેનને પરીક્ષાથી વંચિત ન રાખવા માટે તંત્ર દ્વારા એક અનોખો રાહ અપનાવાયો છે. પરીક્ષા શ‚ થઈ ત્યારથી સમાજ કયાણ વિભાગમાંથી એક નિરીક્ષક અને આશ્રમ શાળાના એક શિક્ષિકા દરરોજ પ્રશ્ર્નપત્ર લઈને સીધા બાળકોના ધરે પહોંચી જાય છે. અને ત્યાં જ તેમની પરીક્ષા લેવામાં આવે છે. ધરે જઈને બાળકોની પરીક્ષા લેવાની આ પહેલા પાછળ તંત્રની માનવીય સંવેદનશીલતા કામ કરી રહી છે પછી આ ગંભીર પ્રકરણ પર પડદો પાડવા કે મામલો શાંત પાડવા માટેનો કોઈ પેંતરો છે…?તે અંગે હાલ અનેક ચર્ચાઓએ જોર પકડ્યુ છે.