પીપલોદના ભથવાડા ગામે કારની અડફેટે બાઈક ચાલકનુ મોત

દે.બારીઆના ભથવાડા ગામના પટેલ ટેકરા ફળિયામાં રહેતા ૬૩ વર્ષિય બુધસિંહ પ્રતાપસિંહ પટેલનુ માર્ગ અકસ્માતમાં મોત નીપજયું હતુ. દાહોદ-ગોધરા હાઈવે પર પીપલોદ નજીક સ્વિફટ કારની અડફેટે તેમની મોટરસાયકલ આવી હતી. મૃતકના પુત્ર છત્રસિંહ પટેલ શાકભાજી લેવા દાહોદ જવાના હોવાથી પિતાને મોટરસાયકલ પર પીપલોદ બસ સ્ટેન્ડ સુધી મુકવા ગયા હતા. ત્યાંથી પુત્ર દાહોદ જવા નીકળ્યા હતા. તે બાદ સાલીયા ગામે વણઝારા હોટલ સામે અકસ્માત થયો હતો. દાહોદથી ગોધરા તરફ જતા હાઈવે પર સ્વિફટ કાર નં.-જીજે-૦૬-એચએસ-૪૨૪૨ ના ચાલકે બાઈકને અડફેટે લીધી હતી. અકસ્માતમાં બુધસિંહને માથા સહિત શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બાબતે મૃતકના પુત્રની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.