છોટા ઉદેપુર જીલ્લા ગામની પાંચ વર્ષીય બાળકીનું અપહરણ કરનાર આરોપીને ઝડપ્યો

છોટાઉદેપુર જીલ્લાના એક ગામ માંથી ૫ વર્ષની બાળકીનું અપહરણ કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, તેના વિરૂદ્ધ એક અઠવાડિયા પહેલાં કૌટુંબિક ભત્રીજી પર બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો.

કવાંટ તાલુકાના એક ગામના આરોપીએ પરિચિતનો વિશ્ર્વાસ જીતીને ૧૯ ઓક્ટોબરે તેની ૫ વર્ષની દીકરીને સાથે લઈ ગયો હતો. બાળકીના અપહરણની ફરિયાદ રંગપુર પોલીસ મથકે નોંધાઈ હતી.

આરોપી બાળકી સાથે બોડેલી રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાં બાળકીને છોડીને તે ભાગી ગયો હતો. બોડેલી પોલીસ અને રેલવે પોલીસે બાળકીને તેના પરિવારને સોંપી હતી. રંગપુર પોલીસે આરોપીની શોધ શ‚ કરી હતી.

રંગપુર પોલીસ, પાનવડ પોલીસ અને જીલ્લા એલસીબીની ટીમ આરોપીને શોધી રહી હતી. રંગપુર પોલીસને બાતમી મળી કે આરોપી અમદાવાદમાં મજૂરી કરે છે. પોલીસે ત્યાંથી તેની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સામે ૧૪ ઓક્ટોબરે તેની કૌટુંબિક ભત્રીજી પર બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો.