છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ આવેલી છે. જેમાં સમગ્ર જિલ્લામાંથી દર્દીઓ આવે છે. સિવિલ હોસ્પિટલમાં પ્રવેશવાના ગેટ પાસે એક ખુલ્લી ગટર છે. ગેટ પાસે વળાંકવાળો રસ્તો હોવાથી કોઈપણ વાહનચાલક વાહન પરનો કાબુ ગુમાવે તો ગટરમાં ખાબકે તેવી સ્થિતિનુ નિર્માણ થયુ છે. નગરપાલિકાના સત્તાધિશો કરોડો પિયાની ગ્રાન્ટ વાપરે છે. ત્યારે આવા જરી કામો કરાવતા નથી. નગરપાલિકાના સત્તાધિશો લડાઈમાં જ વ્યસ્ત છે. અને પ્રજાહિતના કામો કરવામાં રસ દાખવતા નથી. હાલ નગરપાલિકામાં આવા જરી કામો ઝડપથી કરે તેવી માંગ ઉઠી છે. આ જીવલેણ ગટરનુ સમારકામ કરાવવામાં આવે તેવી પ્રજાજનોની માંગ ઉઠવા પામી છે.