નસવાડી જુથ ગ્રામ પંચાયતના સરપંચ સામે ગ્રામ પંચાયતના સભ્યોએ ૧૫ દિવસ પહેલા અવિશ્ર્વાસની દરખાસ્ત રજુ કરી હતી. સરપંચ દ્વારા અવિશ્ર્વાસની દરખાસ્ત પર મતદાન કરાવવા માટે સામાન્ય સભા ન બોલાવતા સમગ્ર મામલો તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં પહોંચ્યો છે.
નસવાડી જુથ ગ્રામ પંચાયતમાં ૧૨ વોર્ડના ચુંટાયેલા સભ્યોએ સરપંચ સામે તા.૧૪/૧૦/૨૬ ના રોજ અવિશ્ર્વાસની દરખાસ્ત મુકી હતી. નિયમ મુજબ ૧૫ દિવસની અંદર અવિશ્ર્વાસની દરખાસ્ત પર મતદાન કરાવવા માટે ગ્રામ પંચાયતના સભ્યોની સામાન્ય સભા બોલાવવાની સત્તા સરપંચ પાસે હતી. પરંતુ ૧૪ દિવસ વિતી જવા છતાં સરપંચ દ્વારા ગ્રામ ૫ંચાયતના ચુંટાયેલા સભ્યોની સામાન્ય સભા બોલાવી નથી. હવે ગ્રામ પંચાયતની કલમ-૬૪ મુજબ સરપંચ દ્વારા સામાન્ય સભા ન બોલાવતા તલાટીએ તાલુકા વિકાસ અધિકારીને અહેવાલ આપવાનો રહેશે. આ અહેવાલના આધારે તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયતની સામાન્ય સભા બોલાવી ચુંટણી અધિકારીની નિમણુંક કરશે અને અવિશ્ર્વાસની દરખાસ્ત પર મતદાન કરાવશે. કરોડો પિયાની આવક ધરાવતી નસવાડી જુથ ગ્રામ પંચાયતમાં સરપંચ સામે તમામ સભ્યોએ મોરચો માંડ્યો છે. સભ્યોને સમજાવવા માટે સરપંચ અને સ્થાનિક આગેવાઓએ અનેક પ્રયાસો કર્યા હતા. નસવાડી સરપંચ સામે ઝુકવા તૈયાર ન હોવાથી સમગ્ર મામલો હવે તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યો છે.