
ગુજરાત સરકાર સહિત ભારત સરકાર દ્વારા જતા સર્વાઇકલ કેન્સરની સામે આજથી વ્યાપક રસીકરણની શરૂઆત કરે છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ૧૪૦૦૦ જેટલી ૧૪ વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓને નિશુલ સર્વાઇકલ કેન્સરની રસી આપવાની શરૂઆત કરાઈ છે જાકે આગામી ત્રણ માસમાં સાબરકાંઠા જિલ્લામાં વસ્તી તમામ દીકરીઓને સંપૂર્ણ તૈયારીઓ કરી લેવાય છે જેના પગલે પરિવારજનોમાં પણ વ્યાપક ખુશી જાવા મળે છે.
અમદાવાદ,સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત તેમજ ભારતના તમામ રાજ્યોમાં સર્વાઇકલ કેન્સર ની સામે અભિયાન સ્વરૂપે રસીકરણની શરૂઆત કરે છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ૧૪ વર્ષથી ઓછી ઉંમરની ૧૪૦૦૦ જેટલી દીકરીઓ આવેલી છે. જે તમામને આવનારા ૩ માસની અંદર સર્વાઇકલ કેન્સરની રસી આપવાની શરૂઆત કરે છે. આજે સાબરકાંઠાના તમામ તાલુકાઓના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આરોગ્ય કેન્દ્ર તેમજ સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે રસીકરણની શરૂઆત કરવામાં આવી છે. સામાન્ય રીતે આ રસી વ્યકિતગત રીતે લેવા જવામાં આવે તો આર્થિક દ્રષ્ટિએ મોંઘી હોવાના પગલે કેટલાય પરિવારજનો આપી શકતા નથી.
તેવા સમય સંજાગોએ રાજ્ય સરકાર દ્વારા કરાયેલો આ પ્રયાસ કેટલા પરિવારજનો માટે પ્રયત્ન બની રહ્યો છે આજથી શરૂ થયેલો આરસી આવનારા સમયમાં પ્રાથમિક શાળા થકી આપવામાં આવનાર છે તેમજ તેના માટે પણ સંપૂર્ણ તૈયારીઓ કરી લેવાય છે જાકે આજથી રસીકરણની શરૂઆત કરાતા કેટલાય પરિવારજનો માટે ખુશીનો માહોલ છવાયો છે રસી લેનારાઓમાં પણ આવનાર સમયને ધ્યાનમાં રાખીને કરાયેલો આ પ્રયાસ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર ના પ્રયાસને મહત્વનો માની રહે છે.
જાકે જે પ્રકારના રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસ કરાયો છે તે અંતર્ગત ભારતના પ્રધાનમંત્રી દ્વારા રાજસ્થાન ખાતેથી સર્વરકલ કેન્સરની રસી ની શરૂઆત કરી છે તેમજ ગુજરાતમાં આજથી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આરોગ્ય કેન્દ્રશાસિત હોસ્પિટલ માં સર્વાઇકલ કેન્સર ની રચના આપવાની શરૂઆત કરી છેડા જિલ્લામાં ૧૪૦૦૦ જેટલી દીકરીઓને આવનારા ત્રણ મહિનાની અંદર રસી આપવા માટે આયોજન થઈ ચૂકી છે તેમજ આજથી વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત આરોગ્ય કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે સર્વાઇકલ કેન્સરની રસી ની શરૂઆત કરાઈ છે જાકે રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલો આ પ્રયાસ આવનારા સમયમાં વધતા જતા કેન્સર માટે પાયરૂપ પ્રયત્ન છે.
રાજ્યમાં આજથી ૧૪ થી ૧૫ વર્ષની વય જુથની કિશોરીઓને એચપીવીની રસી આપવાની શરૂઆત થઈ ચૂકી છે. મહિલાઓમાં થતા સર્વાઈકલ કેન્સરને રોકવા માટેની આ રસી છે. વડોદરાના ૪૪ અર્બન હેલ્થ સેન્ટર પર આજથી શરૂઆત કરવામાં આવી છે. જાહેર બજારમાં ૫ થી ૬ હજારમાં મળતી રસી સરકાર મફતમાં આપશે. પ્રથમ દિવસે જ માતા-પિતા દીકરીઓને લઈને રસી અપાવવા પહોંચ્યા હતા. દીકરીઓના ભવિષ્યના આરોગ્યને ધ્યાનમાં રાખી રસી મુકાવી રહ્યા છે. દરેક અર્બન હેલ્થ સેન્ટરમાં કિશોરીને રસી આપવામાં આવી છે. ઉંમરના પુરાવા મેળવી રસી મૂકવામાં આવે છે. કેન્દ્ર સરકારના મહાઅભિયાનની આજથી શરૂઆત થઈ છે.