
ગુજરાતમાં વધુ એક વખત ડોકટરની બેદરકારીએ દર્દીએ જીવ ગુમાવ્યો છે. રાજકોટ ખાતે આવેલી સ્કંદ હોસ્પિટલમાં ડોકટરોની બેદરકારીની ઘટના સામે આવી છે. દર્દીના મોત બાદ ફરીયાદ નોંધાતા તમામ ડોકટરો ભુગર્ભમાં ઉતર્યા છે. દર્દીના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાતા ત્રણેય ડોકટરો ભુગર્ભમાં ઉતરી ગયા છે.
મળતી માહિતી અનુસાર ડો.હાદક સંઘાણી અને તેની પત્ની સહિત ડો.જીગ્નેશ પટેલ ફરાર થયા છે. આ ઉપરાંત વોકહાર્ટ હોસ્પિટલના ડોકટર જીગ્નેશ પટેલને લઈ પણ શંકા સેવાઈ રહી છે. વોકહાર્ટ હોસ્પિટલમાં આ પ્રકરાના એકપણ ડોકટર ના હોવાની ચોકાવનારી વિગતો સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે સ્કંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીનું મોત થતા પરિવારજનોમાં આક્રોષનો માહોલ જોવા મળ્યો છે. મૃતકના પરિવારે આરોપીને કડક સજા મળે તેવી માગ કરી છે.
સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર દર્દીને તાવ આવ્યો હતો જેના પગલે સ્કંદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેમાં ડોકટરોની બેદરકારી દર્દીનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ડોકટર હાદક સંઘાણીએ દર્દીની સારવાર કરી હતી ત્યારબાદ બીજા દિવસે દર્દીની તબિયત લથડતા દર્દીની માતાએ ડોકટરને જાણ કરી હતી. પરંતુ ડોકટર હાજર ન હોવાથી તેમની પત્નિએ દર્દીની સારવાર કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે ડોકટર હાદક સંઘાણીની પત્નિ પણ સ્કીનના ડોકટર હોવાનું સામે આવ્યું છે. તેમને પણ સારવાર કર્યા બાદ વોકહાર્ટ હોસ્પિટલના ડૉક્ટર જીગ્નેશ પટેલ પાસે સારવાર કરાવી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ત્યારબાદ દર્દીનું મોત નિપજ્યું હોવાથી પરિવારજનોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. જેના પગલે મૃતકના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેની જાણ થતા ૩ ડોક્ટર ભૂગર્ભમાં ઉતરી ગયા છે.