પંચમહાલ ના.પોલીસ અધિક્ષક એન.વી.પટેલની વય નિવૃતિ સન્માન સમારોહ યોજાયો

પંચમહાલ જીલ્લાના નાયબ પોલીસ અધિક્ષક (ઉુજઙ) એન.વી. પટેલ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમનો વિદાય સન્માન સમારોહ ગોધરાના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ જીલ્લા પોલીસ વડા ડો. હરેશ દુધાતના અધ્યક્ષસ્થાને સંપન્ન થયો હતો.

ઉુજઙ એન.વી.પટેલે તેમના કાર્યકાળ દરમિયાન પંચમહાલ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જાળવવા અને પોલીસ તથા પ્રજા વચ્ચે સુમેળ સ્થાપિત કરવા સતત પ્રયાસો કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓએ તેમની ફરજ નિષ્ઠા અને યોગદાનને બિરદાવ્યું હતું.

આ વિદાય સમારોહમાં અમદાવાદના દાણીલીમડા ખાતે ફરજ બજાવતા અને ભૂતકાળમાં ગોધરામાં સેવા આપી ચૂકેલા પી.આઈ. એચ.એન. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના જૂના સાથીદારને નિવૃત્તિ વેળાએ શુભેચ્છા પાઠવી હતી. જીલ્લા પોલીસ વડા ડો. હરેશ દુધાતે એન.વી.પટેલને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કર્યા હતા.

આ પ્રસંગે જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના પી.આઈ., પોલીસ સ્ટાફ, પોલીસ પરિવાર તેમજ ગોધરા શહેરના સામાજીક અને રાજકીય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. સૌએ નિવૃત્ત થતા અધિકારીના સ્વસ્થ અને સુખમય શેષ જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી.