પંચમહાલમાં ગૌતસ્કરી રોકવા ગૌરક્ષા રોકવા ગૌરક્ષા સ્કોડની રચનો 8 સભ્યોની ટીમ કામગીરી કરશે

પંચમહાલ જીલ્લામાં ગેરકાયદેસર ગૌ તસ્કરી અને ગૌ હત્યા અટકાવવા માટે એક વિશેષ ’ગૌ-રક્ષા સ્કોડ’ની રચના કરવામાં આવી છે. જીલ્લા પોલીસ વડા ડો. હરેશ દુધાત દ્વારા 8 સભ્યોની આ ટીમની જાહેરાત કરવામાં આવી છે, જે ગુપ્ત બાતમી મેળવવાથી લઈ ગૌવંશના પુનર્વસન સુધીની કામગીરી કરશે.

પંચમહાલ જીલ્લામાં ગૌ-તસ્કરી અને ગૌ-હત્યા જેવી પ્રવૃત્તિઓને જડમૂળથી નાબૂદ કરવા જીલ્લા પોલીસ તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. આ સ્કોડ માત્ર કાર્યવાહી જ નહીં પરંતુ ગુના અટકાવવા અને અબોલ જીવોની સેવા એમ ત્રિસ્તરીય કામગીરી કરશે.

નવી રચાયેલી આ સ્કોડની મુખ્ય કામગીરી ગુપ્ત બાતમી એકઠી કરવાની રહેશે. તસ્કરો જે રસ્તાઓનો ઉપયોગ કરે છે તેવા સંભવિત માર્ગો અને અંતરિયાળ વિસ્તારોમાં આ ટીમ દ્વારા સઘન અને ઓચિંતું પેટ્રોલિંગ કરવામાં આવશે. શંકાસ્પદ વાહનોની તપાસ માટે નાકાબંધી પણ કરવામાં આવશે.

ગેરકાયદેસર કતલખાનાઓ કે તસ્કરીના અડ્ડાઓ પર આ સ્કોડ દ્વારા દરોડા પાડવામાં આવશે. પોલીસની ભૂમિકા માત્ર ધરપકડ સુધી સીમિત નહીં રહે. બચાવવામાં આવેલા ગૌવંશને સુરક્ષિત સ્થળે ખસેડવા અને જો પશુ બીમાર કે ઈજાગ્રસ્ત હોય તો તેને પશુચિકિત્સક પાસે સારવાર અપાવવાની જવાબદારી પણ આ સ્કોડ નિભાવશે.

આ સ્કોડમાં એલ.સી.બી., ગોધરા શહેર અને તાલુકા તથા વેજલપુર પોલીસ મથકના વિવિધ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નાગરિકો ગૌ-તસ્કરી કે ગૌ-હત્યા સંબંધિત માહિતી માટે પંચમહાલ ગૌ-રક્ષા સ્કોડનો સંપર્ક કરી શકે છે. ઙજઈં એચ.આર. જેતાવત (મો. 96015 15551) સહિત ટીમમાં કમલેશકુમાર ગોપાલસિંહ (મો.99245 42400), ગણપતસિંહ ભીમસિંહ (મો. 99785 51266), નરેશકુમાર કાંતીલાલ (કઈઇ) (મો.88492 86236), સિધ્ધરાજસિંહ ગીરવતસિંહ (મો. 94084 32430),ભાસ્કરભાઈ મધુકરભાઈ (મો. 81400 97814), સિધ્ધરાજસિંહ ગજેન્દ્રસિંહ (મો. 76002 70433) અને દર્શનસિંહ યોગેન્દ્રસિંહ (મો. 81419 21951) જેવા અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે.