
તારીખ ૧૬,જુલાઈ ગુરુવારના રોજ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ,દાહોદ એન એસ.એસ. એકમ દ્વારા દાહોદ નગર રથયાત્રા પછી સ્વયંસેવકો દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાન અને સ્વચ્છતા હિ સેવાની કામગીરી કરી અને સમાજને જાગૃત કરવાનું કાર્ય કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્વયંસેવકો સમાજમાં જાગૃતતા આવે એ હેતુથી રથયાત્રાના રૂટ પર સફાઈ અભિયાન યોજવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું આયોજન કાર્યકારી આચાર્ય ડૉ. જી.જે. ખરાદીના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. પી.ઓ. ડૉ.એસ.એ.પટેલ અને શ્રી. નીલ પટેલ અને એન.એસ.એસ. સ્વયંસેવકો દ્ધારા કરવામાં આવ્યું હતું.