નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ અને જિલ્લા ઉદ્યોગ ભવન, દાહોદના સંયુક્ત ઉપક્રમે 21 ઓગસ્ટ “વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ”ની ઉજવણી કરવામાં આવી

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ ખાતે જીલ્લા ઉદ્યોગ ભવન દાહોદના સહયોગ દ્વારા આચાર્ય ડો.બી.આર. બોદર અને વાઈસ પ્રિન્સિપાલ ડો.હરેશ કે પંચાલના માર્ગદર્શન હેઠળ આજરોજ વિશ્ર્વ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી.

કાર્યક્રમના આરંભે વાઈસ પ્રિન્સિપાલ હરેશ પંચાલે ઉપસ્થિત વક્તાઓ અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓને આર્થિક આવકમાં વધારો કરવા માટે ઉદ્યોગ સાહસિકતા કેન્દ્રની આર્થિક સહયોગની યોજનાઓનો લાભ લેવા માટે પ્રેરિત કર્યા હતા.

આ પ્રસંગે મયુરભાઈ રાઠોડ, ફિલ્ડ ઑફિસરે ફાર્મ અને નોન ફાર્મ યોજનાઓની માહિતી આપી હતી, મહેન્દ્રભાઈ ભાભોરે માનવ કલ્યાણ યોજનાઓનો લાભ લેવા વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમનો હેતુ સ્પર્ધાત્મક સમયમાં વિદ્યાર્થીઓ સ્વનિર્ભર બને એ માટે માર્ગદર્શન આપી કેળવવાનો હતો.

આજના વિશ્ર્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ ઉજવણી પ્રસંગે જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના પી.એચ.બારિયા , નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડો.ડી.બી. મુનિયા તેમજ ડો.ભરત માછી, ડો.વ‚ણ ડામોર, ડો.કમલેશ ગાયકવાડ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન ડો.જીતેન્દ્ર જે. વણઝારા અને આભારવિધિ ડો.ઉત્તમ કે. જાદવે કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો.