નસવાડી તાલુકાના કુપ્પા મતદાન મથક હેઠળ આવતા અંત્રાસ ગામમાં જઈંછ (સ્પેશિયલ સમરી રિવિઝન) સંબંધિત કામગીરી કરવા માટે ઇકઘ (બૂથ લેવલ ઓફિસર) અને સુપરવાઈઝર બોટ દ્વારા પહોંચ્યા હતા. આ ગામ નર્મદા નદીના ડૂબાળ વિસ્તારમાં આવેલું હોવાથી ત્યાં પહોંચવા માટે નાવડીનો ઉપયોગ કરવો પડે છે.
કુપ્પા ગામથી ઇકઘ રેખાબેન ડુંગરા ભીલ અને સુપરવાઈઝર જીજ્ઞેશ પટેલ નાવડી લઈને અંત્રાસ ગામે પહોંચ્યા હતા. ગામમાં ઉતરતી વખતે ઇકઘ સહાયક નાવડી માંથી નીચે પડી ગયા હતા, જોકે તેમને કોઈ ઈજા થઈ ન હતી.
રાજ્યભરમાં એક તરફ જઈંછની કામગીરીને લઈને ઇકઘત ચિંતિત છે, ત્યારે નસવાડી તાલુકાના આંતરિયાળ વિસ્તારોમાં ફરજ બજાવતા ઇકઘત આ રીતે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાની કામગીરી નિભાવી રહ્યા છે. નસવાડી તાલુકાના કુપ્પા, આમતા, સાકળ પી, પીસાયતા, પીપળવાળી અને રણબોર જેવા મતદાન મથકો હેઠળ આવતા મતદારો ડુંગર વિસ્તારમાં રહે છે. આ વિસ્તારોમાં પણ ઇકઘત મુશ્કેલીઓનો સામનો કરીને કામગીરી કરી રહ્યા છે.