મોરવા(હ)પુરવઠા નિગમને મઘ્યાહન ભોજનની તુવેર દાળનો 67 મેટ્રીક ટન જથ્થાનો સેમ્પલ ફેલ આવતા પરત મોકલવાની કાર્યવાહી કરાઈ

પંચમહાલ જિલ્લામાં મઘ્યાહન ભોજન માટે મોરવા(હ)પુરવઠા નિગમને તુવેર દાળનો જથ્થો ખાનગી એજન્સી દ્વારા સપ્લાય કરવામાં આવે છે. જેમાં કેટલાક તુવેર દાળના સેમ્પલ ફેલ આવવાના બનાવો બને છે. ત્યારે મોરવા(હ)પુરવઠા નિગમને ઓકટો-નવેમ્બર માસ દરમિયાન ખાનગી એજન્સી દ્વારા 170 મેટ્રીક ટન તુવેર દાળનો જથ્થો સપ્લાય કરવામાં આવ્યો હતો. જેના સેમ્પલ નિગમ દ્વારા ચકાસણી કરવા મોકલ્યો હતો. જેમાંથી 78 મેટ્રીક ટન તુવેર દાળના નમુનાનો રિપોર્ટ ફેલ આવ્યો છે. મઘ્યાહન ભોજન વિતરણ માટે સપ્લાય કરવામાં આવેલ તુવેર દાળના નમુના રિપોર્ટ ફેલ આવતા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સિદ્ધાર્થ દાળ એન્ડ ફલોર મિલ્સ પ્રા.લિ.અમદાવાદ મારફતે તુવેર દાળનો સપ્લાય કરવામાં આવ્યો છે. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા તુવેર દાળનો જથ્થો ખાનગી એજન્સીને પરત મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તુવેર દાળના જથ્થા નમુના રિપોર્ટ અને રિપ્લેસ બાબતે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા વડી કચેરીએ જાણ કરવામાં આવી છે. થોડા દિવસ પુર્વે ગોધરા અને શહેરા પુરવઠા નિગમને એમ.ડી.એમ.યોજના હેઠળ સપ્લાય કરવામાં આવેલ કુલ 35 મેટ્રીક ટન તુવેર દાળ નમુના રિપોર્ટ ફેલ આવ્યા હતા.