મોરવા(હ) તાલુકાના નવાગામ રહેતા ફરિયાદી અને અન્ય વ્યકિતઓને ભેંસો લેવાની હોય જેથી આરોપી સાથે વાતચીત કરાવી હતી અને વિડીયો કોલ પર ભેંસો બતાવી તા.૩૦/૧૦/૨૦૨૫ થી ૦૧/૧૧/૨૦૨૫ના સમયગાળામાં ફરિયાદી અને અન્યોને વિશ્ર્વાસમાં લઈ રૂ.૮૫,૫૦૦/-ઓનલાઈન મંગાવી ભેંસો નહી મોકલી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંૅધાવા પામી છે.
મોરવા(હ) તાલુકાના નવાગામ રહેતા ફરિયાદી જયદીપસિંહ લાલાભાઈ પાડોર સાથે ગામના વ્યકિતઓને ભેંસો લેવાની જેવી વાત કરેલ હોય ફરિયાદીએ આરોપી સોનુકુમાર જાટ મો.નં.૭૦૭૮૬૭૪૧૩ (રહે. જયુપુર,રાજસ્થાન) સાથે વાતચીત કરાવી હતી અને આરોપીએ તા.૩૦/૧૨/૨૦૨૫ થી ૦૧/૧૧/૨૦૨૫ દરમિયાન ફરિયાદી અને અન્ય લોકોને ભેંસો આપવાના બહાને વિશ્ર્વાસમાં લીધા હતા અને ફરિયાદી પાસે રૂ.૮૫,૫૦૦/- ઓનલાઈન મંગાવી ભેૅસો નહી મોકલાવી ફરિયાદી અને અન્ય લોકો સાથે વિશ્ર્વાસધાત છેતરપિંડી કરતા આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.