
ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું હતું કે અમેરિકા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફરી સ્વાગત કરવા ઇચ્છશે. તેમણે જણાવ્યું કે સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ વડાપ્રધાનને આમંત્રણ આપ્યું હતું. લીડરશીપ સમિટ ૨૦૨૬ દરમિયાન વાત કરતા સર્જિયો ગોરે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત-અમેરિકા વેપાર કરાર જલદી પૂર્ણ થઇ જશે. તેમણે એમ પણ કહ્યું કે રાષ્ટપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વિપક્ષીય સંબંધો પર નજીકથી નજર રાખી રહ્યા છે અને નિયમિત ક્વાડ મંત્રીસ્તરીય બેઠકોને સંસ્થાકીય બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
રાષ્ટÙપતિ ટ્રમ્પ સાથે તેમની તાજેતરની વાતચીત વિશે જણાવતા સર્જિયો ગોરે કહ્યું, “હું રાષ્ટપતિ સાથે ૧૦ વર્ષથી છું, તેથી વાતચીતનો મોટો ભાગ બે મિત્રોની મુલાકાત જેવો હતો…પરંતુ મેં તેમને ભારતના મારા પ્રવાસ વિશે જણાવ્યું હતું…મેં તેમની સાથે વધતા વેપાર સંબંધો વિશે પણ વાત કરી..બન્ને બાજુ આપણે દર અઠવાડિયે વેપાર અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં આવતા જાઇએ છીએ અને તે બન્ને માટે ફાયદાકારક સ્થિતિમાં છે.”
યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ,જેમીસન ગ્રીરના ઉલ્લેખ સાથે વચગાળાના ભારત-અમેરિકા વેપાર સોદા અંગેની વાતચીત અંગે ગોરે કહ્યું, “રાજદૂત ગ્રીરને રાષ્ટÙપતિનો સંપૂર્ણ વિશ્વાસ છે, અને તેથી અમે તેને અંતિમ સ્વરૂપ આપવાની નજીક પહોંચી રહ્યા છીએ. પરંતુ આ બાબતો જટિલ કાનૂની બાબતો છે, અને આ એક પાનું નથી. અમારા બંને રાષ્ટÙો વચ્ચે હજારો મુદ્દાઓ છે જેના પર અમે કામ કરી રહ્યા છીએ. અને તેથી અમે આટલા આગળ વધી ગયા છીએ તે હકીકત એ છે કે, તે સંબંધો માટે એક મહાન સંકેત છે, અને મને આશા છે કે અમે આને વહેલામાં વહેલા પૂર્ણ કરી શકીશું.”રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારત મુલાકાતની શક્યતા વિશે પૂછવામાં આવતા, સર્જિયો ગોરે કહ્યું, “આ મધ્યસત્ર ચૂંટણી દરમિયાન કોઈ સમય નથી. તે આવતા વર્ષે થઇ શકે છે…અમે ઇચ્છીએ છીએ કે આ મુલાકાત જલદી થાય.”
વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસ વિશે જણાવતા સર્જિયો ગોરે કહ્યું, “સેક્રેટરી માર્કો રૂબિયોએ મોદીને તેમની મુલાકાત દરમિયાન આમંત્રણ આપ્યું હતું…અમે તેમણે ફરી બોલાવવા માંગીશું અને મને ખબર છે કે તે ડિસેમ્બરમાં જી૨૦ માટે આવી રહ્યા છે.”
ફિલિપાઇન્સમાં આગામી ક્વાડ મીટિંગ અંગે ટિપ્પણી કરતા ગોરે કહ્યું, “અમે નવી દિલ્હીમાં થયેલી વાતચીતને આગળ વધારવા માંગીએ છીએ જેમાં ફિજી અને અન્ય સ્થળોએ દરિયાઇ વિકલ્પોનો સમાવેશ થાય છે. પેસિફિક સુરક્ષા એ એવી વસ્તુ છે જે ચારેય રાષ્ટ્રો માટે ખૂબ જ મહ¥વપૂર્ણ છે…અમે તેને નિયમિત બનાવવા માંગીએ છીએ.”
૨૩ મેના રોજ, ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે કહ્યું હતું કે સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ અણેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વ્હાઇટ હાઉસની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે.
અમેરિકાના રાજદૂતે એકસ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, “સમાચાર! સેક્રેટરી માર્કો રૂબિયોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વતી વડાપ્રધાન મોદીને વ્હાઇટ હાઉસ આવવાનું આમંત્રણ આપ્યું છે!” આ આમંત્રણ રૂબિયોના ૨૩-૨૬ મેના રોજ ભારતના રાજકીય પ્રવાસ દરમિયાન આપવામાં આવ્યું હતું. ૨૦૨૬ જી૨૦ મિયામી સમિટ ૧૪-૧૫ ડિસેમ્બર દરમિયાન ફ્લોરિડાના ડોરલમાં ટ્રમ્પ નેશનલ ડોરલ મિયામી રિસોર્ટ ખાતે યોજાવાની છે.જી૨૦ની આ ૨૧મી બેઠક ૨૦૦૯ પછી પ્રથમ વખત યોજાશે જ્યારે અમેરિકા નેતાઓની સમિટનું આયોજન કરી રહ્યું છે.