મહિસાગર જિલ્લાના બહુચર્ચિત .૧૨૩ કરોડના નલ સે જલ કોૈભાંડના મુખ્ય સુત્રધાર અને લુણાવાડાની ચિરાગ રીંગ સર્વિસના માલિક કલ્પેશ શાહની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે રદ્દ કરી છે.
મહિસાગર જિલ્લાના બહુચર્ચિત .૧૨૩ કરોડના નલ સે જલ યોજનાના મહાકોૈભાંડમાં કાયદાનો સકંજો વધુ મજબુત બન્યો છે. આ કોૈભાંડના મુખ્ય સુત્રધારમાં એક ગણાતા અને લુણાવાડાની ચિરાગ રીંગ સર્વિસ એજન્સીના માલિક કલ્પેશ શાહને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ઝાટકો મળ્યો છે. સેશન્સ કોર્ટ બાદ હાઈકોર્ટે પણ તેમને આગોતરા જામીન આપવાનો ઈન્કાર કરતા હવે કોૈભાંડીઓ પર સીઆઈડી ક્રાઈમની ધરપકડની તલવાર લટકી રહી છે. ઉલ્લેખિય છે કે, કલ્પેશ શાહ મહિસાગર જિલ્લા ભાજપ વ્યાપારિક સેલનો ક્ધવીનર છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ ઉત્કર્ષ દેસાઈએ આ કેસની ગંભીરતા અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને કલ્પેશ શાહની આગોતરા જામીન અરજીને એડમીશન સ્ટેજ પર જ રદ્દ કરી દીધી છે. તપાસ દરમિયાન સામે આવ્યુ છે કે, કોૈભાંડી કલ્પેશ શાહ પાસે સરકારને .૪,૫૮,૫૦,૭૮૦ કરોડ જેટલી માતબર રકમ રિકવર કરવાની બાકી નીકળે છે. મહિસાગર વાસ્મો કચેરીના અધિકારીઓ અને ઈજારદારોની મિલીભગતથી આચરવામાં આવેલા આ કરોડોના કોૈભાંડમાં ધરપકડથી બચવા માટે કોૈભાંડીઓ દ્વારા કરવામાં આવેલા તમામ હવાતિયા નિષ્ફળ સાબિત થયા છે.