મહિસાગર જિલ્લામાં નલ સે જલના ૧૨૩ કરોડના કોૈભાંડમાં સીઆઈડી ક્રાઈમે સરકારી નાણાંની વ્યાપક ઉચાપત કરનાર કોન્ટ્રાકટર મહેશકુમાર ઉત્તમચંદ લુહાણાની ગોધરા ખાતેથી ધરપકડ કરી છે. આ ધરપકડની સાથે જ સરકારી તિજોરી લુંટનારા પકડાયેલા આરોપીઓનો કુલ આંકડો ૩૭ પર પહોંચી ગયો છે.
ગોધરા ખાતેથી પકડાયેલો કોન્ટ્રાકટર મહેશ લુહાણાએ ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી કોઈપણ પ્રકારની નકકર કામગીરી કર્યા વિના માત્ર કાગળ પર જ યોજનાઓ દોડાવી હતી. તેણે વેણા ગામે .૨.૫૦ કરોડ અને સીમલીયા ગામે .૨.૫૫ કરોડના કામોના તદ્દન ખોટા અને નકલી બિલો રજુ કરીને કરોડો પિયાની ગેરરિતી આચરી હતી. જેને પગલે સરકાર દ્વારા આ એક જ કોન્ટ્રાકટર પાસેથી કુલ .૫ કરોડથી વધુની મસમોટી વસુલાત કરવાની બાકી નીકળે છે. આ સમગ્ર કોૈભાંડની ગંભીરતાને ધ્યાને રાખીને હાઈકોર્ટે પણ આ મામલે કડક વલણ અપનાવ્યુ છે. કોૈભાંડમાં સંડોવાયેલા અન્ય કોન્ટ્રાકટરો દ્વારા ધરપકડથી બચવા માટે કરવામાં આવેલી આગોતરા જામીન અરજીઓને હાઈકોર્ટે ફગાવી દીધી છે. જેથી સીઆઈડી ક્રાઈમ દ્વારા મહેશ લુહાણાના કોર્ટ પાસેથી રિમાન્ડ મેળવીને વધુ ઉંડી પુછપરછ હાથ ધરાશે તેવી પુરેપુરી શકયતા છે.