
વિદ્યાર્થીઓએ લોકશાહીની પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.પરિણામ જાહેર થતાં ઢોલ નગારાના તાલે સૌ આનંદિત થઈ ઝુમી ઉઠ્યા હતા.
મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાની થાણાસાવલી પગારકેન્દ્ર શાળામાં ધોરણ – ૩ અને ૪ ના વર્ગશિક્ષક એવા લુણાવાડા તાલુકાના મધવાસ ગામના વતની નિરવકુમાર કનૈયાલાલ પંચાલના સુંદર આયોજનપણા અને માર્ગદર્શન હેઠળ બાળ સંસદની ચૂંટણી તારીખ ૧૦ જુલાઈ ૨૦૨૬ ને શુક્રવારના રોજ યોજાઈ હતી. જેમાં લોકશાહી ઢબે ચુંટણી યોજાઈ હતી. શાળાના શિક્ષક નિરવકુમાર કનૈયાલાલ પંચાલ દ્વારા ચૂંટણીને લગતું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તથા ઉમેદવાર વિદ્યાર્થીઓને નિશાન આપવામાં આવ્યા હતા. આ અંગે ૩ જુલાઈ ૨૦૨૬ ના રોજ બાળ સંસદ ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતું. આ ચૂંટણીમાં ધોરણ ૩ થી ૮ ના તમામ વર્ગના વિદ્યાર્થીઓમાંથી ૧૦ વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી.આ બાળસંસદ ચૂંટણીમાં મતદાન માટે વિદ્યાર્થીઓમાંથી પ્રિસાઈડીંગ ઓફિસર અને પોલિંગ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં બાળ સંસદ ચૂંટણી માટે ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ધોરણ ૩ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓએ હોંશે હોંશે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. મતદાનના દિવસે કુલ ૯૦ વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું. જેમાં તમામ ઉમેદવારો માટે ઉમેદવારી ચિન્હો તરીકે તેમનો ફોટોગ્રાફ્સ ધરાવતી મતદાન સ્લીપ આપવામાં આવી હતી. મતદાનના અંતે બાળ સંસદ ચૂંટણીના મુખ્ય ચૂંટણી કમિશનર નિરવકુમાર કનૈયાલાલ પંચાલ અને દક્ષાબેન નિરવકુમાર પંચાલ દ્વારા મતગણતરી કરવામાં આવી હતી. જેમાં ધોરણ ૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ક્રિષ્નાબેન વિક્રમસિંહ સોલંકીએ સૌથી વધુ ૩૯ મત અને જયદીપકુમાર હિતેશભાઈ સોલંકીએ ૨૩ મત મેળવ્યા હતા. જેઓ મહામંત્રી અને ઉપમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને અન્ય વિજેતા ઉમેદવારોને ખાતાંની ફાળવણી કરવામાં આવી હતી.િ વજેતા તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ બાળ સંસદ ચૂંટણી અંતર્ગત વિજેતા ઉમેદવારોને શાળાના શિક્ષિકા દક્ષાબેન નિરવકુમાર પંચાલ દ્વારા કામગીરીની સમજ આપવામાં આવી હતી. ચૂંટણી પરિણામના અંતે વિજેતા થયેલ તમામ ઉમેદવારોને શિક્ષક નિરવકુમાર કનૈયાલાલ પંચાલ દ્વારા ફૂલોનો હાર પહેરાવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શાળાના શિક્ષિકા દક્ષાબેન નિરવકુમાર પંચાલ દ્વારા ચોકલેટ ખવડાવીને મો મીઠું કરાવવામાં આવ્યું હતું અને શિક્ષક નિરવકુમાર પંચાલ દ્વારા બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષક નિરવકુમાર કનૈયાલાલ પંચાલે સ્વખર્ચે ઢોલ નગારાની પણ વ્યવસ્થા કરી હતી અને લોકશાહી ઢબે યોજાયેલી આ ચૂંટણી પ્રક્રિયાના અંતે ઢોલ નગારાના તાલે પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉલ્લાસથી આનંદ માણ્યો હતો. બાળ સંસદ ચૂંટણીને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકોએ સહયોગ આપ્યો હતો. જેમાં પંકજભાઈ પટેલ તથા મનિષાબેન પટેલે ચૂંટણી માર્ગદર્શક વડા તરીકેની ભૂમિકા ભજવી હતી. જેમાં શાળાના શિક્ષિકા ગમાર વનિતાબેન અને પટેલ હિનાબેને મતદાન મથકના વ્યવસ્થાપક તરીકેની ભૂમિકા ભજવી હતી. બાળ સંસદની ચૂંટણી દ્વારા વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો, નેતૃત્વ, જવાબદારી અને સહભાગીદારીતાની ભાવના વિકસે તેવો મુખ્ય ઉદ્દેશ સિદ્ધ થયો હતો. આ બાળસંસદ ચૂંટણીમાં બાળકોએ ઉત્સાહપૂર્વક લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો.