મહીસાગર જિલ્લામાં ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ની ભવ્ય ઉજવણી: વિવિધ સ્થળોએ ‘પોષણ પંચાયત’ દ્વારા જનજાગૃતિનો પ્રસાર

‘પોષણ પંચાયત’ના માધ્યમથી સરકારી યોજનાઓનો વ્યાપ વધારવા મહીસાગર વહીવટી તંત્રનો સક્રિય પ્રયાસ

વિશ્ર્વ સ્તનપાન સપ્તાહ ૨૦૨૬ની ઉજવણીના ભાગ‚પે મહીસાગર જીલ્લામાં આરોગ્ય અને પોષણ સ્તરને સુધારવા માટે એક સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ જીલ્લાની વિવિધ સ્થાનિક શાળાઓ, પંચાયત કચેરીઓ અને આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ પંચાયતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવજાત શિશુઓ અને માતાઓના સ્વાસ્થ્યને સુદ્રઢ બનાવવાનો તેમજ ગ્રામીણ સ્તરે પોષણ બાબતે વ્યાપક જનજાગૃતિ લાવવાનો રહ્યો છે.

આ પોષણ પંચાયત દરમિયાન ઉપસ્થિત સગર્ભા અને ધાત્રી માતાઓને સ્તનપાનનું મહત્વ સમજાવવાની સાથે સ્તનપાનની સાચી પદ્ધતિઓ વિશે વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂ‚ં પાડવામાં આવ્યું હતું. નિષ્ણાતો દ્વારા શિશુના જન્મના પ્રથમ ૬ મહિના સુધી માત્ર સ્તનપાન અને ત્યારબાદ બાળકના શારીરિક તેમજ માનસિક વિકાસ માટે જ‚રી એવા ઉપરી આહાર એટલે કે પૂરક પોષણ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. આ તબક્કે માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે લેવાના થતા જ‚રી ખોરાક અંગે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ અને બાળકોના કલ્યાણ માટે ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવા પર આ કાર્યક્રમમાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં ટેક હોમ રાશન (THR), મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY), કિશોરીઓ માટેની પૂર્ણા યોજના (PURNA), પોષણ સુધા યોજના અને દૂધ સંજીવની યોજના (DSY) જેવી મહત્વકાંક્ષી યોજનાઓ વિશે ગ્રામજનોને વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. આ યોજનાઓનો લાભ કેવી રીતે મેળવવો અને તે સ્વાસ્થ્ય સુધારણામાં કેવી રીતે મદદરૂપ થાય છે તે બાબતે વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો.

આજરોજ આયોજીત આ કાર્યક્રમોમાં ગ્રામીણ જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે આંગણવાડી વર્કરો, આશા બહેનો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. આ પ્રકારના આયોજનો દ્વારા જીલ્લામાં કુપોષણ નાબૂદી અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે મહીસાગર જીલ્લા વહીવટી તંત્ર મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહ્યું છે.