
મહિસાગર જીલ્લાના લુણાવાડા વિસ્તારમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. લુણાવાડામોડાસા હાઇવે પર આવેલા ચાર કોશિયા નાકા નજીક એક ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક રસ્તા કિનારે આવેલી દુકાન બહારના વીજપોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતના જોરદાર અવાજને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
દુકાન બહાર પાર્ક કરેલી બે બાઇકોને નુકસાન અકસ્માતની અસર એટલી ગંભીર હતી કે ટ્રકની ટક્કરથી દુકાન બહાર પાર્ક કરેલી બે મોટરસાયકલોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે, સદનસીબે અકસ્માત સમયે દુકાનની બહાર કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ પણ રાહતનો શ્ર્વાસ લીધો હતો.
પોલીસે ટ્રાફિક પૂર્વવત કર્યો અકસ્માતની જાણ થતાં જ લુણાવાડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ટ્રાફિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હાઇવે પર વાહનવ્યવહાર સુચા રહે તે માટે જરી વ્યવસ્થા હાથ ધરી હતી. અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક પ્રભાવિત થયો હતો, પરંતુ પોલીસની કામગીરીથી સ્થિતિ ઝડપથી સામાન્ય બની ગઈ હતી.
મોટી દુર્ઘટના ટળી ટ્રક સીધો વીજપોલ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાવાની સંભાવના ઊભી થઈ હતી. જો અકસ્માત સમયે ત્યાં લોકોની અવરજવર વધુ હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. હાલ લુણાવાડા પોલીસે અકસ્માતના કારણોની તપાસ શ કરી છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.