
ઉત્તર પ્રદેશના સહારનપુરના દેવબંદથી આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા પર મોટો હુમલો સામે આવ્યો છે. જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીએ આસામના મુખ્યમંત્રીના તાજેતરના નિવેદન પર ચિંતા વ્યક્ત કરી છે. મૌલાના મદનીએ કહ્યું કે આવા નિવેદનો ખુલ્લેઆમ હિંસા અને નફરતને પ્રોત્સાહન આપે છે. વધુમાં, આ નિવેદનો દેશના લોકશાહી અને બંધારણીય માળખા પર સીધો હુમલો છે.
મૌલાના મહમૂદૃ મદૃનીએ જણાવ્યું હતું કે કોઈ ચોક્કસ સમુદૃાયને ડરાવવા, તેમને મતાધિકારથી વંચિત રાખવાની ધમકી આપવી અને તેમના વિરુદ્ધ આર્થિક શોષણને પ્રોત્સાહન આપવું એ ખુલ્લા ફાસીવાદૃ અને સામૂહિક સજાની માનસિકતા દૃર્શાવે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આવી વિચારસરણી કોઈપણ સભ્ય, લોકશાહી અને બંધારણીય વ્યવસ્થામાં સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.
મૌલાના મહમૂદૃ મદૃનીએ વિનંતી કરી હતી કે આસામના મુખ્યમંત્રીના નિવેદૃનને ફક્ત ચૂંટણી વ્યૂહરચના ન ગણવી જોઈએ. તેમણે કહૃાું કે આ નિવેદૃનોને ફક્ત રાજકીય રેટરિક અથવા ચૂંટણી વ્યૂહરચના તરીકે અવગણવા એ લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો સાથે સમાધાન કરવા સમાન હશે. તેમણે કહૃાું કે આવા ઉશ્કેરણીજનક અને વિભાજનકારી નિવેદૃનો આપનારાઓ સામે તાત્કાલિક એફઆઇઆર દૃાખલ કરવી જોઈએ.
” તેમણે કહૃાું કે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ ૨૭ જાન્યુઆરીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોઈ પણ આસામી નાગરિક જીૈંઇ ને કારણે સમસ્યાઓનો સામનો કરી રહૃાો નથી. ફક્ત મિયાં સમુદૃાયને જ સમસ્યાઓનો સામનો કરવો પડી રહૃાો છે. તેઓ બંગાળી ભાષી મુસ્લિમોનો ઉલ્લેખ કરી રહૃાા હતા. દિગ્બોઈમાં એક કાર્યક્રમમાં તેમણે કહૃાું કે મિયાં સમુદૃાયના સભ્યોને રાજ્યમાં મતદૃાન કરવાની મંજૂરી આપી શકાતી નથી. તેમણે બાંગ્લાદૃેશમાં મતદૃાન કરવું જોઈએ. “અમે ખાતરી કરી રહૃાા છીએ કે આવા લોકો રાજ્યમાં મતદૃાન ન કરી શકે,