ખામેનીના મૃત્યુના પડઘા કાશ્મીરમાં: વિરોધ પ્રદર્શનોએ ખીણની ગતિ સ્થગિત કરી

સાવચેતીના પગલા તરીકે, વહીવટીતંત્રે સોમવારે બે દિવસ માટે શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દીધી અને મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડ ધીમી કરી દીધી. મંગળવારે ખીણમાં કેટલાક સ્થળોએ વિરોધ પ્રદર્શન િંહસક બન્યા, જેના પગલે સુરક્ષા કાફલાઓની અવરજવર સ્થગિત કરવામાં આવી. તણાવ ટાળવા માટે, રોડ ઓપિંનગ પાર્ટીઓને પણ તૈનાત કરવામાં આવી ન હતી.

સોમવારે જમ્મુ અને કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન દરમિયાન છ સુરક્ષા કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા ૧૪ લોકો ઘાયલ થયા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાશ્મીર ખીણના વિવિધ ભાગોમાં ૭૫ રેલીઓ યોજાઈ હતી, જ્યારે જમ્મુ ક્ષેત્રના કેટલાક સ્થળોએ વિરોધ પ્રદર્શનો પણ થયા હતા.ઓગસ્ટ ૨૦૧૯ પછી ખીણમાં આટલા મોટા પાયે વિરોધ પ્રદર્શનો પહેલી વાર જોવા મળ્યા છે.

કાશ્મીર વિભાગના વહીવટીતંત્રે લોકોને શાંતિ જાળવવા અને વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલા નિર્દૃેશોનું પાલન કરવાની અપીલ કરી છે.શ્રીનગર કાશ્મીરમાં વિરોધ: ખામેનીનું મૃત્યુ, પ્રતિબંધો ચાલુ, શાળાઓ બંધ, ઘડિયાળ ટાવર પર નજર રાખવામાં આવી

પોલીસે લોકોને િંહસા અને ઉશ્કેરણીથી દૃૂર રહેવાની પણ અપીલ કરી છે. પોલીસે ચેતવણી આપી છે કે િંહસા ભડકાવનારા અને ગેરકાયદૃેસર પ્રવૃત્તિઓમાં સામેલ થનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.સોમવારે, વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે જાહેર અવરજવર પર પ્રતિબંધો લાદ્યા, શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી અને મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડ ઘટાડી.અધિકારીઓએ જણાવ્યું હતું કે શ્રીનગરના લાલ ચોક ખાતેના ઘડિયાળ ટાવરને બેરિકેડ્સથી સીલ કરવામાં આવ્યો છે. વિરોધીઓની ભીડને નિયંત્રિત કરવા માટે શહેરમાં મોટી સંખ્યામાં પોલીસ અને અર્ધલશ્કરી સીઆરપીએફ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.શહેરના મુખ્ય ચોક પર કાંટાળા તાર અને બેરિકેડ લગાવવામાં આવ્યા છે. વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે આ પગલાં કાયદૃો અને વ્યવસ્થા જાળવવા માટે સાવચેતીના પગલાં છે.