છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે કરા નદી ઉપર 300 મીટર લાંબો બ્રિજ છે. આ રસ્તો સ્ટેટ આર એન્ડ બી વિભાગની માલિકીનો છે. આ રસ્તા ઉપર ભારદારી વાહનો વડોદરાથી અલીરાજપુર સુધી મોટી સંખ્યામાં પસાર થાય છે.
કવાંટ ખાતે બ્રિજની પેરાફિટ તુટતા નદીમાં કોઈ વાહન ચાલક ખાબકે તે માટે સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારીઓ વાસના બાંબુ લાવીને પેરાફિટ બનાવી છે. ગુજરાત રાજયમાં કોઈપણ જગ્યા ઉપર આવી ડિઝાઈન બનાવવામાં આવી નથી. પુલ રિપેરીંગ માટે એક માસ સુધી લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી પેરાફિટ રિપેર કરવામાં આવી નથી. બિસ્માર બનેલા પુલના સ્લેબમાં પણ ગાબડું પડતા ગાબડામાંથી નીચે નદી દેખાઈ રહી છે. ગંભીર બ્રિજ જેવી દુર્ધટના સર્જાવવાની દહેશત છે. સ્ટેટ આર એન્ડ બી વિભાગે પુલના કોંક્રિટનુ હજુ સુધી ટેસ્ટિંગ કરાવ્યુ નથી. સ્ટેટ આર એન્ડ બી વિભાગની છબી ખરડાઈ રહી છે.