હાલોલ તાલુકાના વાસેતી ગામે આરોપીઓ ભારતીય બનાવટનો દારૂ મંગાવેલ છે. તેવી બાતમીના આધારે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ઈંગ્લીશ દારૂના કવાટરીય, ટીન બીયર મળી કુલ રૂા.1,30,500/-નો દારૂ તેમજ એસયુવી ગાડી, બર્ગમેન સ્કુટર મળી કુલ રૂા.6,80,500/-નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.
હાલોલ તાલુકાના વાસેતી ગામે રહેતા આરોપી ભુપતભાઇ ઉર્ફે મફુ જેસીગભાઇ પરમાર, હર્ષદ ભુપતભાઇ પરમાર પોતાના મળતીયા મારફતે પ્રોહિબીશન એરીયામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ, એસ.યુ.વી. ગાડી નંબર જીજે.34. બી.0724 મંગાવેલ હોય તેવી બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન બીયર ટીન નંગ-300 તથા કાચના કવાટરીયા નંગ-750 મળી કુલ રૂા.1,30,500/-નો દારૂનો જથ્થો તેમજ કાર અને બર્ગમેન સ્કુટર મળી કુલ રૂા.6,80,500/-નો મુદ્દામાલ મુકી નાશી છુટીયા હતા. જયારે ગાડીનો ચાલક અને દારૂનો જથ્થો મોકલનાર ઈસમો વિરૂદ્ધ હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.