
મોરવા(હ) તાલુકાના સાગવાડા ઉમરદેવી ફળીયામાં રહેતા આરોપીએ ફરિયાદીની સગીરવયની દિકરીને પટાવી ફોસલાવી લગ્નની લાલચે ભગાડી ગયો હતો અને સગીરાની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બનાવી ગુનો કર્યાની ફરિયાદ મોરવા(હ) પોલીસ મથકે નોંધાવા પામી છે.
મોરવા(હ) તાલુકાના સાગવાડાગામે ઉમરદેવી ફળીયામાં રહેતા વિરેન્દ્રભાઇ અરવિંદભાઇ કટારાએ સગીરાનું પટાવી ફોસલાવી તેના પિતાના વાલીપણામાંથી અપહરણ કર્યું હતું. લગ્નની લાલચે ભગાડી લઈ જઈ સગીરાની મરજી વિરૂદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બનાવી ગુનો કર્યાની ફરિયાદ મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.