દે.બારીયા શહેરમાં ભારતીય સ્ટેટ બેંકની શાખા વર્ષોથી એક જ સ્થળે કાર્યરત છે. જે એસ.બી.આઈ. શાખાનું મકાન સ્ટેટ દરમિયાનનું છે. શાખાના ધર માલિકો બદલાયા હોવાના કારણે શાખાનું મકાન ખાલી કરવાનો અનુરોધ કદાચ કરાયો હશે. જેથી એસ.બી.આઈ. શાખાને અન્ય સ્થળે ખસેડવાની હીલચાલ શરૂ થઈ છે. અગાઉ પણ અનેક વખત શાખાને અન્ય સ્થળે ખસેડવાનો પ્રયાસો થઈ ચુકયા હતા. જેથી ગ્રાહકો અન્ય સ્થળે ખસેડવાનો વિરોધ નોધાવે તો નવાઈ નહી શાખાનું જુનુ મકાન ભાડાનું છે તો ખાલી આજ નહી તો કાલે ખાલી કરવો તો પડશે તેમાં શંકા નથી.
મળતી માહિતી અનુસાર એસ.બી.આઈ. શાખા શહેરના ચબુતરા શેરીમાં વર્ષોથી કાર્ય છે. હાલના નોકરીયાત તેમજ પેન્શનદારો અને સીનીયર સીટીઝનો માટે હાલના સ્થળે શાખા અનુકુળ તો હતી પરંતુ ગ્રાહકો માટે શૌચાલય તેમજ બાઈક પાર્કીંગની વ્યવસ્થા નથી. બેંકના સામે જો બાઈક પાર્ક કરે તો સીકયુરીટી તરત તે બાઈક હટાવો તેવો હુકમ આપતો હોય છે. બેંકના પાસે અને સામેના ધરોના માણસો પણ બાઈક પાર્ક કરવાનું ના પાડતા હોય છે. હાલની નવા સ્થળે ગમે ત્યાં શાખા ખસેડવામાં આવે ત્યારે ગ્રાહકો માટે પીવાનું પાણી તેમજ શૌચાલયની અને બાઈક પાર્કીંગ કરવાની વ્યવસ્થાવાળા શાખાનું સ્થળની વ્યવસ્થા મળે તેવી એસ.બી.આઈ.ના માનવતા ગ્રાહકોની લાગણી અને માંગણી ઉઠવા પામી છે. નવા સ્થળે શાખા ખસેડાશે તો ગ્રાહકોને અગવડતા તો પડવાની છે. સમય જતા અનુકુળ થઈ જશે.