અમદાવાદમાં એટીએમ ફ્રોડ કરતી મેવાતી ગેંગનો પર્દાફાશ,ગેંગના ૩ શાતિર ગઠિયાઓ ઝડપાયા

પોલીસે તેમની પાસેથી ૧૪૬ એટીએમ કાર્ડ અને ૩.૯૪ લાખનો મુદ્દામાલ કબજે કરી કુલ ૯ ગુનાઓનો ભેદ ઉકેલ્યો

જો તમે પણ એટીએમસ્માંથી રૂપિયા ઉપાડવા જાવ છો, તો સાવધાન થઈ જજો. કેમ કે તમારી સાથે પણ હરિયાણાની મેવાતી ગેંગ દ્વારા છેતરિંપડી થઈ શકે છે. કેમ કે અમદાવાદમાં સક્રિય થયેલી આવી જ ગેંગને નારોલ પોલીસે ઝડપી પાડીને ૩ લાખ ૯૪ હજારનો મુદામાલ કબજે કર્યો છે. આ ગેંગ એટીએમમાં મદદ કરવાના બહાને તમારું છ્સ્ કાર્ડ બદલીને મિનિટોમાં જ તમારું બેક્ધ એકાઉન્ટ ખાલી કરી દૃેતી હતી. પોલીસે આ ગેંગના ૩ શાતિર ગઠિયાઓને ઝડપી પાડીને ગુજરાત અને હરિયાણાના કુલ ૯ ગુનાઓનો ભેદૃ ઉકેલી નાખ્યો છે.

આ મેવાતી ગેંગની છેતરિંપડી કરવાની રીત ખૂબ જ શાતિર હતી. આ આરોપીઓ એટીએમ સેન્ટરમાં ‚પિયા ઉપાડવા કે પીન ચેન્જ કરવા આવતા ગ્રાહકો ટાર્ગેટ કરતા હતા. તેઓ ગ્રાહકો પાસે જઈને અલગ-અલગ બહાના બનાવી તેમને વાતોમાં ભોળવતા અને વિશ્ર્વાસમાં લઈ લેતા. ગ્રાહક જ્યારે પીન નંબર નાખે ત્યારે નજર ચોરીને પીન જોઈ લેતા અને પછી હાથચાલાકી વાપરીને ગ્રાહકનું અસલી એટીએમ કાર્ડ બદૃલી નાખતા. ત્યારબાદૃ આ ગઠિયાઓ સ્વાઇપ મશીન અને અન્ય એટીએમ મશીનો દ્વારા ગ્રાહકના ખાતામાંથી પૂરેપૂરી રકમ ઉપાડી લેતા હતા અને ફરાર થઈ જતા હતા અને બાદૃમાં બીજા શિકારની શોધમાં નીકળી જતા હતા.

આ ગેંગ ખાસ હરિયાણાથી ટ્રેન મારફતે છેતરિંપડી કરવા માટે જ અમદૃાવાદૃ આવતી હતી. આ નેટવર્કમાં અમદૃાવાદૃનો જ એક લોકલ શખ્સ તેમને મદદ કરતો હતો. વાજિદ શેખ નામનો આરોપી મૂળ યુપીનો રહેવાસી છે, પણ હાલ અમદૃાવાદૃમાં રહે છે. જે બહારથી આવતા આ ગઠિયાઓને રહેવાની અને ફરવા માટે બાઈકની સગવડ કરી આપતો હતો. છેતરિંપડી કર્યા બાદૃ આ આરોપીઓ તરત જ ફરી હરિયાણા ફરાર થઈ જતા હતા. નારોલ પોલીસે આ ગેંગના મુખ્ય ૩ સાગરીતોની ધરપકડ કરી છે, જ્યારે જાવેદૃ નામનો ચોથો આરોપી હજુ ફરાર છે

નારોલ પોલીસની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસે આ આરોપીઓ પાસેથી ગુજરાત અને અન્ય રાજ્યોના મળીને કુલ ૧૪૬ એટીએમ કાર્ડ, ૨ સ્વાઇપ મશીન, ૩ મોબાઈલ ફોન, ૩,૮૪,૦૦૦ની રોકડ રકમ અને એક બાઇક સહિત કુલ ૩,૯૪,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગેંગ પકડાતા નારોલ પોલીસે ગુજરાત અને હરિયાણાના કુલ ૯ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.

નારોલ પોલીસે ૯ ગુનાઓનો ભેદ ઉકેલતા મોટો ખુલાસો થયો છે. આ ૯ ગુનાઓમાંથી ૮ ગુનાઓ માત્ર અમદૃાવાદૃ અને ગુજરાતના છે, જેમાં મણિનગર, નારોલ, વેજલપુરના બે, ઈસનપુર, ગાયકવાડ હવેલી, સાબરમતી અને નવસારીના ચીખલીના ગુનાઓનો સમાવેશ થાય છે. સામાન્ય દૃેખાતા અને મજૂરી કામ કરતા આ શખ્સો હકીકતમાં હાઇટેક ઠગ નીકળ્યા.

આ ગેંગમાં આરોપી યોગરાજ જાટવ હરિયાણામાં અનાજ દૃળવાની ઘંટી ચલાવે છે, તેની સામે દિૃલ્હીમાં ૧ ગુનો નોંધાયેલ છે. તેવી જ રીતે આરોપી આસિફ મેવ કડિયા કામ કરે છે અને યુપીના કાસના પોલીસ સ્ટેશનમાં ૨ ગુના નોંધાયેલ છે. વાજિદ શેખ ફેબ્રિકેશનનું કામ અને વાજિદ શેખ લોકલ સપોર્ટર હતો. વાજિદૃ શેખ આ આરોપીઓ માટે રહેવા અને બાઇકની વ્યવસ્થા કરતો હતો. પોલીસે હવે આ ૧૪૬ એટીએમ કાર્ડ કોના છે અને ગેંગે અન્ય કેટલા લોકો સાથે આ પ્રકારની છેતરિંપડી આચરી છે, તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.